Skin Care: ચહેરાની ચમક 10 મિનિટમાં વધારી દેશે કપૂર, બસ આ રીતે કરો તેનો ઉપયોગ
Skin Care: કપૂરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ, ધબ્બા અને ખીલ દૂર થાય છે. તેમજ ત્વચા પર નિખાર આવે છે.
Trending Photos
Skin Care: કપૂરનો ઉપયોગ સૌથી વધુ પૂજા પાઠમાં કરવામાં આવે છે. આ સિવાય કેટલાક ઘરગથ્થુ ઉપાયમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કપૂરનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. કપૂરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ, ધબ્બા અને ખીલ દૂર થાય છે. તેમજ ત્વચા પર નિખાર આવે છે.
કપૂર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો પણ ઈલાજ કરે છે. બસ જરૂરી હોય છે કે કપૂરને તમે યોગ્ય રીતે ઉપયોગમાં લો. આજે તમને કપૂરના કેટલાક ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ તમે કરશો તો ત્વચા પર નિખાર આવશે અને ત્વચાની સમસ્યાઓ દૂર થવા લાગશે.
કપૂર અને બદામનું તેલ
એક વાટકીમાં બે ચમચી બદામનું તેલ અને એક ચપટી કપૂરનો પાઉડર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 10 મિનિટ પછી ચહેરો સાદા પાણીથી સાફ કરો. જો તમારી સ્કિન ઓઇલી હોય તો આ ફેસપેકનો ઉપયોગ ન કરવો.
કપૂર અને મુલતાની માટી
ઓફિસ પેક માટે એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી અને એક ચપટી કપૂર પાવડર ગુલાબજળ સાથે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાડો અને દસ મિનિટ પછી ચહેરો સાફ કરો.
કપૂર અને ચણાનો લોટ
એક ચપટી કપૂરમાં એક ચમચી ચણાનો લોટ અને જરૂર અનુસાર ગુલાબજળ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો અને દસ મિનિટ પછી ધોઈ લો. 15 દિવસે એક વખત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે ત્વચામાં તમને ફરક દેખાવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે