ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું

Summer Vacation: ઉનાળામાં ફરવા જવાનું પ્લાન કરતા હોવ તો પ્રકૃતિના ખોળે આવેલ ઓસમ ડુંગર સૌથી સુંદર સ્થળ છે. આ ડુંગરને તમે આકર્ષક કહો કે મનમોહક કહો, તેને જોઈને જ ટાઢક વળી જાય છે. બિઝી શિડ્યુલ લાઈફમાંથી થાક ઉતારીને ક્યાંક ફરવા જવુ હોય તો બેસ્ટ ઓપ્શન છે.  

ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું

Gujarat Tourism: હવે ચોમાસું આવતાં જ ગુજરાતમાં લોકો ફરવા નીકળશે. ચોમાસા બાદ ગુજરાતમાં અનેક ફરવાના સ્થળો છે. આખી દુનિયામાં ગુજરાતીઓ જેવા ફરવાના શોખીનો ક્યાંય નહિ મળે. ગુજરાતીઓના દરેક સીઝન માટેના અલગ અલગ ડેસ્ટિનેશન હોય છે. સાથે જ ગુજરાતીઓ નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં માને છે. તેઓ સતત નવી જગ્યાની શોધમાં હોય છે. આવામાં એક નવું સરનામુ સામે આવ્યું છે. આ જગ્યા કુદરતી જાદુથી ભરેલી છે. દરેક મોસમમાં અહીનો નજારો મનમોહક હોય છે. પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.

ઉનાળામાં ફરવા જવાનું પ્લાન કરતા હોવ તો પ્રકૃતિના ખોળે આવેલ ઓસમ ડુંગર સૌથી સુંદર સ્થળ છે. આ ડુંગરને તમે આકર્ષક કહો કે મનમોહક કહો, તેને જોઈને જ ટાઢક વળી જાય છે. બિઝી શિડ્યુલ લાઈફમાંથી થાક ઉતારીને ક્યાંક ફરવા જવુ હોય તો ઓસમ ડુંગર બેસ્ટ ઓપ્શન છે.  

ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ પાસે આવેલો છે. આ ડુંગર ઉપલેટાથી 13 કિલોમીટર, રાજકોટથી 100 કિલોમીટર અને જૂનાગઢથી 37 કિલોમીટરના અંતરે આવેલો છે.  

ચોમાસામાં તો ડુંગળની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસામાં અહી પ્રકૃતિ શિબિરનું આયોજન કરાય છે. સાથે જ અહી દર વર્ષે માત્રી માતાજીના સાંનિધ્યમાં ભાદરવી અમાસથી મેળો પણ યોજાય છે. સાથે જ ઓસમ ડુંગર આરોહણ-અવહોરણની સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે. 

આ ડુંગરનું ઐતિહાસિક મહત્વ પણ રહેલુ છે. કહેવાય છે કે, આ ડુંગરનો ઉલ્લેખ મહાભારત કાળમાં મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ડુંગર પર રોકાયા હતા. તો હિડિમ્બા રાક્ષસણ પણ અહી જ રહેતી હતી. પાંડવોએ આ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિર બાંધ્યુ હતું. જેની પાસે પાણીનો હોજ આવેલો છે. આ ડુંગર પરથી સતત પાણી ટપક્યા કરે છે. 

શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે ચમત્કાર
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ

કહેવાય છે કે, ભીમ સાથે હિડમ્બાની મુલાકાત અહીં જ થઇ હતી. બંનેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડિમ્બાને જોરથી હિચકો નાંખતા, એવામાં એકવાર હિડિમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા તેના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર આવેલા ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં રહેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news