Aritha: અરીઠા છે જાદુઈ, વાળ બનશે લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી, જાણો વાળ ધોવા અરીઠાનું પાણી કેવી રીતે બનાવવું?


Aritha: આયુર્વેદમાં અરીઠાને વાળ માટે વરદાન સમાન ગણવામાં આવે છે. વર્ષો પહેલા વાળ ધોવા માટે અરીઠાનો જ ઉપયોગ થતો. અરીઠાના પાણીથી વાળ ધોવાથી વાળ લાંબા થાય છે, જાડા થાય છે અને ડેન્ડ્રફ પણ દૂર થઈ જાય છે. તેનાથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે. અરીઠાના પાણીનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા પણ દૂર થાય છે.

Aritha: અરીઠા છે જાદુઈ, વાળ બનશે લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી, જાણો વાળ ધોવા અરીઠાનું પાણી કેવી રીતે બનાવવું?

Aritha: વાળ માટે આયુર્વેદમાં વર્ષોથી અરીઠા નો ઉપયોગ કરવામાં આવે છે. અરીઠા નો ઉપયોગ કરવાથી વાળ લાંબા થાય છે, વાળ કાળા રહે છે અને ડેન્ડ્રફ પણ દૂર થઈ જાય છે. નિયમિત અરીઠાના પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળનો ગ્રોથ ઝડપી બને છે. અરીઠા નો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. 

અરીઠા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. અરીઠા નો ઉપયોગ કરવાથી વાળની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આજે તમને જણાવીએ તમે હેર કેરમાં અરીઠાનો સમાવેશ કેવી રીતે કરી શકો છો. 

અરીઠાનું તેલ 

અરીઠાનું તૈયાર કરવા માટે એક વાટકીમાં નાળિયેર તેલને ગરમ કરો. તેમાં આદુના ટુકડા અને અરીઠા ના ટુકડા ઉમેરો અને ધીમા તાપે શેકો. તેલનો રંગ બદલાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેલ ઠંડુ થઈ જાય પછી તેને ગાળી લો. હવે આ તેલથી વાળના મૂળમાં સારી રીતે માલિશ કરો. રાત્રે માથામાં તેલ લગાવો અને બીજા દિવસે વાળને શેમ્પુ કરી લો. 

અરીઠાનું હેર માસ્ક 

એક વાટકીમાં અરીઠા શિકાકાઈ અને આમળાનો પાવડર સમાન માત્રામાં મિક્સ કરો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ મિશ્રણમાં દહીં ઉમેરો. હવે આખી રાત તેને ઢાંકીને છોડી દો. બીજા દિવસે આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવો. 30 મિનિટ પછી વાળને ધોઈ લો. આ માસ્ક લગાડવાથી વાળ કાળા થાય છે અને ડેન્ડ્રફ પણ દૂર થાય છે. 

અરીઠાનું શેમ્પૂ 

આજના યુવાનો જાણતા નહીં હોય કે અરીઠાની મદદથી વાળને ધોઈ શકાય છે. તેના માટે શેમ્પુ કે સાબુનો ઉપયોગ પણ નહીં કરવો પડે. તેના માટે અરીઠાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે અરીઠા ને હાથ વડે બરાબર મસળી પાણી અલગ કરો. તૈયાર કરેલા પાણીથી વાળને શેમ્પુની જેમ જ ધોઈ લો. અરીઠાનું સોલ્યુશન વાળમાં લગાવી પાંચથી સાત મિનિટ માલિશ કરવું. જો તમે અરીઠાના પાણીથી વાળ ધોવાનું રાખશો તો વાળમાં તુરંત જ ફરક દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news