માત્ર એક ચમચી Castor Oil થી બનતું હેર માસ્ક લગાવો આ રીતે, ટાલમાં પણ ઉગવા લાગશે વાળ

Castor Oil Benefits For Hair: જો સમયસર ખરતાં વાળની સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો માથામાં ટાલ પડવા લાગે છે. આ સમસ્યા મહિલાઓમાં પણ જોવા મળે છે. માથામાં એક વખત ટાલ પડી જાય તો ફરીથી વાળ ઉગાડવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

માત્ર એક ચમચી Castor Oil થી બનતું હેર માસ્ક લગાવો આ રીતે, ટાલમાં પણ ઉગવા લાગશે વાળ

Castor Oil Benefits For Hair: અનિયમિત જીવનશૈલી અને વધતા પ્રદૂષણના કારણે સ્વાસ્થ્યની સાથે વાળને પણ વધારે નુકસાન થાય છે. આ બંને સ્થિતિમાં વાળ ડલ અને ડ્રાય થઈ જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. જો સમયસર આ બાબતે ધ્યાન આપવામાં ન આવે તો માથામાં ટાલ પડવા લાગે છે. આ સમસ્યા મહિલાઓમાં પણ જોવા મળે છે. માથામાં એક વખત ટાલ પડી જાય તો ફરીથી વાળ ઉગાડવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. આ ટ્રીટમેન્ટ કરાવવામાં પણ પીડા સહન કરવી પડે છે. તેવામાં આજે તમને એક એવું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે અને તે પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના. 

આ પણ વાંચો: 

આ હેર માસ્ક બનાવવા માટે તમને કેસ્ટર ઓઇલ ની જરૂર પડશે. કેસ્ટર ઓઇલ અને એલોવેરા તમારા વાળને સુંદર અને શાઈની બનાવી શકે છે. આ બંને વસ્તુનું કોમ્બિનેશન માથામાં નવા વાળનો ગ્રોથ વધારે છે. સાથે જ વાળ ખરવાની સમસ્યાને પણ અટકાવે છે. તો ચાલો તમને જણાવીએ કે કેસ્ટર ઓઇલ ની મદદથી હેર માસ્ક કેવી રીતે બનાવવું અને તેને અપ્લાય કેવી રીતે કરવું.

હેર માસ્ક બનાવવાની રીત

હેર માસ્ક બનાવવા માટે એક ચમચી કેસ્ટર ઓઇલને એક બાઉલમાં લેવું. તેમાં ફ્રેશ એલોવેરા જેલ ત્રણથી ચાર ચમચી ઉમેરો. બંને વસ્તુને બરાબર રીતે મિક્સ કરો અને તે એકરસ થઈ જાય પછી તેને વાળના મૂળમાં બરાબર રીતે લગાડો. વાળમાં આ હેર માસ્ક અપ્લાય કર્યા પછી 30 મિનિટ સુધી તેને વાળમાં જ છોડી દો. ત્યાર પછી કોઈ માઈલ્ડ શેમ્પૂની મદદથી હેર વોશ કરી લેવા. સપ્તાહમાં બે વખત આ માસ્ક નો ઉપયોગ કરશો તો ખરતા વાળની સમસ્યા દૂર થશે અને નવા વાળનો ગ્રોથ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરૂર લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news