Anti Climbing Paint: ચોરોને ઘરમાં પ્રવેશતા અટકાવે છે આ અનોખો પેઈન્ટ! જાણી લો ક્યાં મળશે
Anti Climbing Paint: તમે આજ સુધી અનેક પ્રકારના પેઈન્ટ એટલે કે દિવાલ રંગવાના રંગ જોયા હશે અને સાંભળ્યા હશે. વરસાદની અસર ન થાય તેવા, ધૂળથી ખરાબ ન થાય એવા અને ડાઘ ન પડે એવા પેઈન્ટ બજારમાં આવે છે. પરંતુ આજે વાત કરવાની છે એવા પેઈન્ટની જે તમને ચોરીથી બચાવી શકે છે.
Trending Photos
Anti Climbing Paint: તમે આજ સુધી અનેક પ્રકારના પેઈન્ટ એટલે કે દિવાલ રંગવાના રંગ જોયા હશે અને સાંભળ્યા હશે. વરસાદની અસર ન થાય તેવા, ધૂળથી ખરાબ ન થાય એવા અને ડાઘ ન પડે એવા પેઈન્ટ બજારમાં આવે છે. પરંતુ આજે વાત કરવાની છે એવા પેઈન્ટની જે તમને ચોરથી બચાવી શકે છે.
શું છે આ પેઈન્ટ?
આ નવીન પ્રકારના પેઈન્ટને ANTI CLIMBING પેઈન્ટ કહેવામાં આવે છે. આ પેઈન્ટથી જ્યારે તમે તમારી દિવાલોને રંગો છો ત્યારે કોઈ પણ ચાર દિવાલ પાર કરીને ઘરની અંદર આવી નહીં શકે..
કેવી રીતે કરે છે કામ?
આ પેઈન્ટની ખાસિયત એ છે કે, એકવાર તમે એને દીવાલ પર લગાવી દો છો, તો તેનું 3MM જાડું સ્તર ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સુકાતું નથી. એવામાં જો કોઈ દિવાલ પર ચડવાની કોશિશ કરે તો, તો તેના હાથ પગ લપસી જાય છે.
આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
દરેક ઋતુમાં બેસ્ટ
ગરમી હોય શિયાળો, આ પેઈન્ટનું સ્તર ભીનું જ રહે છે. જોવામાં આ પેઈન્ટ સામાન્ય પેઈન્ટ જેવો જ લાગે છે. ચમકદાર જ હોય છે. પરંતુ ચોરોને ખબર નથી હોતી કે તેનું નીચેનું સ્તર ભીનું જ રહે છે.
ચોરનું દુશ્મન છે પેઈન્ટ
આજે પણ આ પેઈન્ટ અનેક દુકાનો પર મળે છે. આ પેઈન્ટ લગાવ્યા બાદ જો કોઈ ચોર દિવાલ કૂદવાનો પ્રયાસ કરે તો તેના હાથ અને પગમાં પેઈન્ટ લાગી જાય છે અને તે લપસે છે. આ પેઈન્ટના કારણે તેને ઈજા થઈ શકે છે અને સાથે તેને પકડવો સરળ રહે છે. આ પેઈન્ટને 1.8 થી 2.4 મીટરની ઉંચાઈ પર જ લગાવવામાં આવે છે, જેથી સામાન્ય લોકોને તકલીફ ન પડે. સાથે જ એક સૂચના લગાવવામાં આવે છે. કારણ કે આ પેઈન્ટ એકવાર ચામડી પર લાગી ગયું પછી તેને હટાવવું થોડું મુશ્કેલ છે.
આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે