Anger Control: ખુબ જ ગુસ્સો આવે ત્યારે શું કરવું? આ રીતે તમારા ગુસ્સા પર મેળવો કાબૂ, ચિંતા થશે દૂર
Trending Photos
નવી દિલ્હીઃ કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવવો નોર્મલ વાત છે, પણ આ ગુસ્સાના કારણે તમને કોઈ મોટી સમસ્યા પણ થઈ શકે છે. એવામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે કેવી રીતે તમે તમારા ગુસ્સાને કંટ્રોલ કરી શકો, જેથી તમારું ટેન્શન ન વધે. સૌ કોઈ જાણે છે કે, ગુસ્સો તમારી હેલ્થ માટે બિલકુલ સારો નથી, પણ ઘણવીરા માણસોને કોઈ વાતો એટલી માઠી લાગી જાય કે તે ગુસ્સો કરવા માટે મજબૂર થઈ જાય. જણાવી દઈએ કે, ગુસ્સો કરવાથી સ્ટ્રેસ હાર્મોન વધવા લાગે છે, જેનાથી ટેન્શન વધે છે. તેવામાં તમારું બીપી પણ વધી શકે છે, જેનાથી બ્રેન સ્ટ્રોક અને બ્રેન હેમરેજની સમસ્યા થઈ શકે છે. એવી સ્થિતિમાં તમારું ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે અને પ્રયાસ કરો કે ગુસ્સો ઓછો આવે. આવો જાણીએ એવી કઈ ટીપ્સ છે, જેનાથી તમને મોટી સમસ્યાનો સામનો ન કરવો પડે અને તમે હમેશા ખુશ રહો.
યોગ કરવાની આદત અપનાવો-
યોગ કરવાથી ગુસ્સો મહદઅંશે ઓછો કરી શકાય. જો તમને પણ બહુ ગુસ્સો આવે છે, તો રોજ બેરોજ યોગ કરવાની આદત અપનાવો. આવું કરવાથી તમને ગુસ્સો ઓછો આવશે.
રોજ કરો કસરત-
યોગ સિવાસ કસરત કરવી પણ સારું ઓપશન છે. જેનાથી તમે તમારો ગુસ્સો ઓછો કરી શકો છો. જેની શરૂઆત તમે થોડીવાર ચાલીને કરી શકો છો. કસરતથી સ્ટ્રેસ હાર્મોન ઘટશે અને તમે ખુશ રહેશો.
મેડિટેશન કરો, ગુસ્સો થશે ઓછો-
કહેવામાં આવે છે મેડિટેશન અનેક બિમારીઓનો ઈલાજ છે. જ્યારે, તમે મેડિટેશન કરો છો ઘણી બધી બિમારીઓ તમારા શરીરમાંથી દૂર થાય છે.
ઉંડો શ્વાસ લેવો-
જ્યારે, પણ તમને વધુ ગુસ્સો આવે ત્યારે ઉંડા શ્વાસ લેવા જોઈએ. આવું કરવાથી તમારું બીપી નહીં વધે.
સંગીત સાંભળો, મૂડ થશે સારો-
સારું સંગીત તમારો મૂડ ફ્રેશ કરશે. એટલે તમે સારું સંગીત સાંભળશો તો તમારું ટેન્શન ઓછું થશે. પ્રયાસ એવા રાખો કે મોટિવેશનલ સંગીત સાંભળો. આ દરમિયાન તમે ભક્તિભર્યા ગીતો પણ સાંભળી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લો. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે