અંબાણી પરિવારની નાની વહુએ લાખોની કિંમતના સેન્ડલ પહેર્યા, આટલો તો તમારો છ મહિનાનો પગાર હશે

Mukesh Ambani Bahu Radhika Merchant Sandals : રાધિકા મર્ચન્ટે મ્યૂઝિયમની મુલાકાતમાં યલો કલરનો સલવાર સૂટ પહેર્યો હતો. જેમાં તેમની સાદગી ઝળકતી હતી. પરંતુ આ સાથે જ તેમણે 1.88 લાખના સેન્ડલ પહેર્યા હતા

અંબાણી પરિવારની નાની વહુએ લાખોની કિંમતના સેન્ડલ પહેર્યા, આટલો તો તમારો છ મહિનાનો પગાર હશે

Radhika Merchant Lifestyle : અંબાણી પરિવારના એક એક સદસ્ય લોકોમાં પોપ્યુલર છે. ભારતનો સૌથી ઘનાઢ્ય પરિવાર એટલે મુકેશ અંબાણીનો પરિવાર. તેમને સંતાનમાં બે દીકરા અનંત અને આકાશ તથા એક દીકરી ઈશા અંબાણી છે. અંબાણી પરિવારની વહુઓ પણ હવે સતત ચર્ચામાં રહે છે. તેમાં પણ નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ તેની સ્ટાઈલિશ અદાઓ માટે પોપ્યુલર છે. મોંઘાદાટ કપડા, હિરોઈન જેવી અદાથી તે ફેમસ બન્યા છે. તે એક રિયલ ફેરનિસ્ટા છે. તે પોતાના લૂકથી સૌને સરપ્રાઈઝ કરે છે. હાલમાં જ પ્રધાનમંત્રી મ્યૂઝિયમની વિઝિટ દરમિયાન તેઓએ પોતાના દેશી લૂકથી બધાને સરપ્રાઈઝ કર્યા હતા. આ સમયે તેઓ પીળા રંગના સલવાર સૂટમાં જોવા મળી. પરંતુ તેના ડ્રેસ કરતા પણ સૌથી વધુ ચર્ચા સેન્ડલની થઈ ગઈ. 

રાધિકા મર્ચન્ટે મ્યૂઝિયમની મુલાકાતમાં યલો કલરનો સલવાર સૂટ પહેર્યો હતો. જેમાં તેમની સાદગી ઝળકતી હતી. પરંતુ આ સાથે જ તેમણે 1.88 લાખના સેન્ડલ પહેર્યા હતા. Hermes બ્રાન્ડના મોંઘાદાટ સેન્ડલ પહેરીને અંબાણી પરિવારની વહુ ફરી ચર્ચામા આવી છે. 

No description available.

રાધિકાએ પહેર્યા 1.88 લાખના સેન્ડલ
રાધિકાએ યલો કલરના સલવાર સૂટ સાથે મેચિંગ યલો કલરના સેન્ડલ પહેર્યા હતા. તેના પર ફેશન એક્સપર્ટસે શોધ લગાવી તો માલૂમ પડ્યુ કે, આ સેન્ડલ પોપ્યુલર Hermes બ્રાન્ડની છે. જેની કિંમત દરેકને ચોંકાવી દે તેવી છે. સેન્ડલની કિંમત 2253 ડોલર છે. એટલે કે ભારતીય રૂપિયામાં તે 1,87,687 રૂપિયા થાય છે. 

No description available.
 
આ પહેલા પણ રાધિકા મર્ચન્ટ મોંઘાદાટ કોસ્યુમ, બેગ્સ સાથે જોવા મળી છે. 1 ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમાં તેમના લુક પર સૌનુ ધ્યાન ગયુ હતું. જેમાં તેઓએ 'Dolce and Gabbana બ્રાન્ડના કલેક્શનનો 1,48,076 રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેર્યો હતો.

No description available.

તો આ સમયે જે સેન્ડલ પહેરી હતી તે 448 ડોલર એટલે કે 37,199 રૂપિયાની હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news