ફાઉન્ડેશનમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, પાર્લરમાં મેકઅપ કરાવ્યો હોય તેવો મળશે લુક
How to apply foundation: ફાઉન્ડેશન અપ્લાય કરવાની યોગ્ય રીત વિશે આજે તમને જણાવીએ. જો તમે ફાઉન્ડેશન અપ્લાય કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ચહેરાના ડાઘ ધબ્બા સરળતાથી છુપાઈ જશે અને તમને ફ્લોલેસ મેકઅપ લુક મળશે.
Trending Photos
How to apply foundation: ફાઉન્ડેશનનો ઉપયોગ મેકઅપમાં બેઝિક રીતે કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો ફાઉન્ડેશનને લગાડવાની યોગ્ય રીત વિશે જાણતા હોય છે. જો તમે ફાઉન્ડેશન વધારે લગાડી લો છો તો ચહેરા ઉપર એક લેયર દેખાવા લાગે છે. જે ચહેરાની સુંદરતાને ઘટાડે છે. ખોટી રીતે લગાવેલું ફાઉન્ડેશન થોડા કલાકોમાં જ ખરાબ થઈ જાય છે જેના કારણે તમારો લુક પણ બગડી શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે ફાઉન્ડેશન ને યોગ્ય રીતે અપ્લાય કરો. ખાસ કરીને ફાઉન્ડેશન અપ્લાય કરવાની યોગ્ય રીત વિશે આજે તમને જણાવીએ. જો તમે ફાઉન્ડેશન અપ્લાય કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ચહેરાના ડાઘ ધબ્બા સરળતાથી છુપાઈ જશે અને તમને ફ્લોલેસ મેકઅપ લુક મળશે.
ડાઘ છુપાવવા કેવી રીતે કરવું ફાઉન્ડેશન
આ પણ વાંચો:
ચહેરા પર ડાઘ અને ધબ્બા વધારે હોય તો ફાઉન્ડેશન નો ઉપયોગ આ રીતે કરવો. સૌથી પહેલા ચહેરાને સાફ કરી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાડો. ત્યાર પછી પ્રાઇમર લગાડો. પ્રાઇમરને થોડીવાર સેટ થવા દો અને પછી તેના ઉપર ફાઉન્ડેશન અપ્લાય કરો. જો તમને આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો હોય અને ફક્ત ફાઉન્ડેશન અપ્લાય કરવું હોય તો ફાઉન્ડેશન હાથમાં લઇ તેમાં થોડું મોઈશ્ચરાઈઝર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી તેને ચહેરા પર લગાડો.
ફાઉન્ડેશનમાં આ વસ્તુઓ ઉમેરી કરો ઉપયોગ
સામાન્ય દિવસોમાં જ્યારે તમારે લાઈટ મેકઅપ જ કરવાનો હોય ત્યારે ફક્ત ફાઉન્ડેશન લગાડવાથી કામ ચાલી શકે છે. તેના માટે ફાઉન્ડેશન લગાડતી વખતે તેમાં કન્સિલર ઉમેરી દેવું જોઈએ. કનસીલર ને ફાઉન્ડેશનમાં ઉમેરીને ઉપયોગ કરવાથી ત્વચાનું ટોનિંગ સારી રીતે થાય છે. એટલે કે તમારા ચહેરાનો રંગ એક સરખો દેખાશે અને ચહેરા પર નેચરલ ગ્લો જળવાઈ રહેશે.
ડ્રાય સ્કીન હોય તો ફાઉન્ડેશનમાં ઉમેરો મોઈશ્ચરાઈઝર
જે લોકોની સ્કીન ડ્રાય હોય તેમણે મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશનમાં મોઈશ્ચરાઈઝર ઉમેરી દેવું જોઈએ. મોસ્ચ્યુરાઇઝર ઉમેરી દેવાથી સ્કીનને પ્રોટેકશન મળશે અને મેકઅપથી થતું નુકસાન પણ અટકશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે