નહાતી વખતે શરીરના આ 5 અંગને ખાસ કરવા સાફ, મોટાભાગના લોકો ચોથી જગ્યાને નથી કરતાં બરાબર સાફ પછી થાય હેરાન

Lifestyle: નિયમિત સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવો, ગંદકી દુર થાય છે અને સાથે જ ત્વચા સંબંધિત સમસ્યા થવાનું જોખમ ઘટે છે. જો ત્વચાની સફાઈ બરાબર ન થાય તો ઈન્ફેકશન થઈ શકે છે.  ખાસ કરીને શરીરના 5 અંગ એવા છે જેની સફાઈનું તો વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો એક અંગ પર ધ્યાન આપતા નથી અને પછી હેરાન થાય છે.
 

નહાતી વખતે શરીરના આ 5 અંગને ખાસ કરવા સાફ, મોટાભાગના લોકો ચોથી જગ્યાને નથી કરતાં બરાબર સાફ પછી થાય હેરાન

Lifestyle: ત્વચા અને શરીરના સ્વાસ્થ્ય માટે નિયમિત સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે.  નિયમિત સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવો, ગંદકી દુર થાય છે અને સાથે જ ત્વચા સંબંધિત સમસ્યા થવાનું જોખમ ઘટે છે. જો ત્વચાની સફાઈ બરાબર ન થાય તો ઈન્ફેકશન થઈ શકે છે.  ખાસ કરીને શરીરના 5 અંગ એવા છે જેની સફાઈનું તો વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો એક અંગ પર ધ્યાન આપતા નથી અને પછી હેરાન થાય છે. તો ચાલો તમને જણાવીએ નહાતી વખતે કયા કયા અંગની સફાઈ બરાબર રીતે કરવી જોઈએ.

આ પણ વાંચો:

અંડરઆર્મ્સ

નહાતી વખતે બગલની સફાઈ થાય તે ખૂબ જ જરૂરી છે. શરીરનું આ અંગ એવું છે જ્યાં સૌથી વધુ પરસેવો થાય છે. જો તમે બગલની સફાઈ કરતાં નથી તો દુર્ગંધ આવે છે અને ત્વચામાં ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.

ઘુંટણ અને કોણી

નહાતી વખતે કોણી અને ઘુંટણની ત્વચાને સાફ કરવી જરૂરી છે. જો આ જગ્યાને બરાબર સાફ ન કરતા નથી તો અહીંની ત્વચા શુષ્ક અને કડક થઈ જાય છે. જેના કારણે ઈન્ફેકશન થઈ જાય છે. 

જાંઘ અને પ્રાઈવેટ પાર્ટ

જાંઘ અને તેની આસપાસની ત્વચા શરીરની સૌથી સંવેદનશીલ ત્વચા હોય છે. નહાતી વખતે જો આ અંગોને સાફ કરવામાં ન આવે તો ત્યાં ખંજવાળ, એલર્જી અને બળતરા જેવી તકલીફો થાય છે.

પગના અંગૂઠા અને આંગળી વચ્ચેનો ભાગ

પગ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં પણ પગની આંગળીઓ વચ્ચે સૌથી વધુ ધૂળ અને ગંદકી જમા થાય છે. જો નહાતી વખતે આંગળીઓની વચ્ચે બરાબર સફાઈ ન કરો તો ગંભીર સમસ્યા થઈ શકે છે. 

કાન 

શરીરના અન્ય અંગની જેમ કાનની સફાઈ પણ જરૂરી છે. નહાતી વખતે કાન અને તેની આસપાસની જગ્યાઓને બરાબર સાફ કરવી જોઈએ. મોટાભાગના લોકો કાનને સાફ કરવા પર ધ્યાન આપતા નથી. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news