Homemade Coffee Scurbs: આ હોમમેડ કોફી સ્ક્રબ ત્વચા પર લાવે છે ગ્લો, સુંદરતા વધારવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1
Homemade Coffee Scurbs: આજે તમને અહીં કોફીથી બનતા 5 સરળ સ્ક્રબ વિશે જણાવીએ. આ 5 માંથી કોઈ પણ 1 સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરશો તો ચોમાસા દરમિયાન થતી ત્વચાની સમસ્યાઓ તમને નહીં સતાવે.
Trending Photos
Homemade Coffee Scurbs: ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. વરસાદી વાતાવરણમાં ડેડ સ્કિન, ડલનેસ અને ઓઈલી સ્કીન સૌથી સામાન્ય સમસ્યા છે. જો તમે પણ આ વરસાદી વાતાવરણમાં વધી જતી ઓઈલી સ્કિન અને ડેડ સ્કિનથી પરેશાન છો તો આજે આ સમસ્યાનું સમાધાન તમને જણાવીએ. આજે તમને કોફીની મદદથી બનતા કેટલાક સ્ક્રબ વિશે જણાવીએ. આ સ્ક્રબને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ સ્ક્રબનો ઉપયોગ કરશો તો ડેડ સ્કીન નીકળી જશે અને સાથે જ ત્વચાની અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
કોફી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કોફીનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે અને સાથે જ ત્વચા પર ગ્લો આવે છે. આજે તમને અહીં કોફીથી બનતા 5 સરળ સ્ક્રબ વિશે જણાવીએ. આ 5 માંથી કોઈ પણ 1 સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરશો તો ચોમાસા દરમિયાન થતી ત્વચાની સમસ્યાઓ તમને નહીં સતાવે.
કોફીના 5 હોમમેડ ફેસ સ્ક્રબ
1. એક વાટકીમાં અડધી ચમચી નાળિયેરનું તેલ લઈ તેમાં અડધી ચમચી કોફી પાવડર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. 10 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. તેનાથી ડેડ સ્કીન દૂર થશે અને ત્વચા પર ગ્લો આવશે. જો તમારી સ્કિન ઓઇલી હોય તો નાળિયેર તેલને અવોઇડ કરો.
2. એક બાઉલમાં ત્રણ મોટી ચમચી મધ લઇ અડધી ચમચી કોફી પાવડર તેમાં ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી ધીરે ધીરે સ્ક્રબ કરો. 5 થી 10 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસપેક લગાડવાથી ખીલની સમસ્યા થતી નથી.
3. એક વાટકીમાં એક ચમચી દહીં લઈ તેમાં અડધી ચમચી કોફી પાવડર ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો. આ મિશ્રણને આંખની આસપાસ ન લગાવો. 15 મિનિટ પછી હળવા હાથે મસાજ કરી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ત્વચા ગ્લોઈંગ દેખાશે.
4. એક વાટકીમાં અડધી ચમચી ખાંડ અડધી ચમચી કોફી પાવડર અને બે થી ત્રણ ટીપા ઓલિવ ઓઇલના મિક્સ કરો. હવે આ મિશ્રણને ત્વચા પર અપ્લાય કરી 5 મિનિટ હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી પાંચ મિનિટ તેને ચહેરા પર રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી ડેડ સ્કીન દૂર થઈ જશે.
5. જો ચેહરા પર ડાર્ક સ્પોટ વધી ગયા હોય તો 1 બાઉલમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી કોફી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો અને 10 મિનિટ રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે