Smelly Clothes: વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે ગંદી વાસ, ટ્રાય કરો આ 5 જોરદાર ટ્રીક્સ
Cloths Smell In Rainy Weather: ચોમાસામાં રોજ ધોવાતા કપડા પણ વાસ વિના સુકાઈ જશે. આજે તમને ચોમાસામાં દરેક ગૃહિણીને કામ લાગે એવી ટ્રીક જણાવીએ. આ ટ્રીકની મદદથી તમે વરસાદી વાતાવરણમાં કપડાને ફ્રેશ અને સુગંધિત રાખી શકો છો.
Trending Photos
Cloths Smell In Rainy Weather: વરસાદમાં વાતાવરણ રોમાંટિક થઈ જાય છે પરંતુ સાથે જ કેટલીક સમસ્યાઓ પણ આવી જાય છે. આ વાતાવરણ કપડા માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે. વાતાવરણમાં ભેજના કારણે કપડા બરાબર સુકાતા નથી. સુકાઈ જાય તો પણ તેમાંથી વાસ આવે રાખે છે. કપડામાંથી આવતી વિચિત્ર ગંધ પરેશાન કરે છે. વાસ આવતા હોય તે કપડા કબાટમાં પણ રાખવામાં આવે તો કબાટના કપડામાં પણ વાસ આવી જાય છે.
જો કે હવે તમારે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસામાં રોજ ધોવાતા કપડા પણ વાસ વિના સુકાઈ જશે. આજે તમને ચોમાસામાં દરેક ગૃહિણીને કામ લાગે એવી ટ્રીક જણાવીએ. આ ટ્રીકની મદદથી તમે વરસાદી વાતાવરણમાં કપડાને તાજા અને સુગંધિત રાખી શકો છો.
ચોમાસામાં આ વાતનું રાખો ધ્યાન
1. કપડા ધોયા પછી તેને હવામાં સુકવવા. જો તમારી પાસે ડ્રાયર છે તો કપડાને ડ્રાય કરી અને સુકાવા માટે ખુલ્લી જગ્યામાં થોડીવાર રાખી દો. હવા ઉજાસવાળી જગ્યામાં કપડાને પહોળા કરી દેવાથી વાસ આવતી નથી.
2. વિનેગર એક નેચરલ ડિયોડોરાઈઝર છે જે કપડાની ગંધ દુર કરવામાં મદદ કરે છે. તેના માટે એક બાલટીમાં પાણી ભરી તેમાં વિનેગર ઉમેરો. હવે આ મિશ્રણમાં ધોયેલા કપડાને 30 મિનિટ પલાળી દો. ત્યારપછી કપડાને ડ્રાય કરી હવામાં સુકવી લો.
3. બેકિંગ સોડાથી પણ કપડામાંથી આવતી વાસ દુર થાય છે. તેના માટે કપડા ધોતા પહેલા તેમાં બેકિંગ સોડા છાંટી દો. તમે બેકિંગ સોડાને મશીનના પાણીમાં પણ મિક્સ કરી શકો છો.
4. લીંબુનો રસ નેચરલ બ્લીચ અને ડિયોડોરાઈઝર છે. પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી કપડા ધોવાથી તેમાંથી વાસ પણ નથી આવતી અને કપડા ચમકદાર પણ બને છે.
5. લાકડું અને કોલસો ભેજને અવશોષિત કરે છે. અને ગંધને દુર કરવામાં મદદ કરે છે. કપડા ધોયા પછી તેને કોરા કરી કબાટમાં મુકો તો કબાટમાં લાકડાનો ટુકડો અથવા કોલસાનું પેકેટ બનાવી રાખી દો.
આ 5 ટ્રીક સિવાય કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો ચોમાસામાં કપડાની વાસ નહીં સતાવે. કપડાને ચોમાસામાં વધારે દિવસો માટે એકઠા ન કરો. કપડા ધોવાઈ જાય પછી મશીનમાંથી કાઢી તુરંત હવામાં સુકવી દો. કપડા બરાબર સુકાય પછી જ તેને ઘળી કરી કબાટમાં મુકો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે