Male Fertility: સ્પર્મ કાઉંટ વધારે છે આ 3 ડ્રાયફ્રુટ, નિયમિત ખાવાથી વધે છે પુરુષની Fertility

Male Fertility: પુરૂષોમાં લો સ્પર્મ કાઉંટની સમસ્યા તેમની જીવનશૈલી અને અનહેલ્ધી ફુડ લેવાની આદતોના કારણે પણ થાય છે. આ સિવાય સ્ટ્રેસના કારણે પણ સ્પર્મ કાઉંટ પર અસર થાય છે. આ આદતોને સુધારી લેવામાં આવે તે સમસ્યા દુર થઈ શકે છે. જો કે અન્ય એક રસ્તો પણ છે જેના દ્વારા પુરુષોની જાતીય નબળાઈ, સ્પર્મ કાઉન્ટની ઉણપ, વંધ્યત્વ જેવી સમસ્યાઓને થોડા અઠવાડિયામાં જ દૂર કરી શકાય છે.

Male Fertility: સ્પર્મ કાઉંટ વધારે છે આ 3 ડ્રાયફ્રુટ, નિયમિત ખાવાથી વધે છે પુરુષની Fertility

Male Fertility: લગ્ન પછી પુરુષો તેમનું અંગત જીવન સુખી રહે તે માટે તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે કેટલીક સમસ્યાઓના કારણે પુરુષોના સ્પર્મ કાઉંટની સંખ્યા અને ગુણવત્તા બંને પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં પુરૂષો લાખ પ્રયત્ન કરે છતાં તેઓ પિતા બનવામાં નિષ્ફળ રહે છે. સૌથી ચિંતાજનક વાત એ હોય છે કે ઘણા પુરૂષો શરમના કારણે લો સ્પર્મ કાઉંટની વાતનો ઉલ્લેખ પણ કોઈ સામે કરતા નથી અને સારવાર કરાવતા નથી. પરંતુ આવી સ્થિતિમાં નિષ્ણાંતની સલાહ લીધા પછી સારવાર કરાવવી જરૂરી હોય છે. 

પુરૂષોમાં લો સ્પર્મ કાઉંટની સમસ્યા તેમની જીવનશૈલી અને અનહેલ્ધી ફુડ લેવાની આદતોના કારણે પણ થાય છે. આ સિવાય સ્ટ્રેસના કારણે પણ સ્પર્મ કાઉંટ પર અસર થાય છે. આ આદતોને સુધારી લેવામાં આવે તે સમસ્યા દુર થઈ શકે છે. જો કે અન્ય એક રસ્તો પણ છે જેના દ્વારા પુરુષોની જાતીય નબળાઈ, સ્પર્મ કાઉન્ટની ઉણપ, વંધ્યત્વ જેવી સમસ્યાઓને થોડા અઠવાડિયામાં જ દૂર કરી શકાય છે. આ રસ્તો છે કે જો પરિણીત પુરૂષો તેમના રોજિંદા આહારમાં આ 3 ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરે છે તો તેમની પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે અને સ્પર્મ કાઉંટ પણ વધે છે.

આ પણ વાંચો:

આ 3 ડ્રાયફ્રુટ વધારે છે સ્પર્મ કાઉન્ટ

1. કિસમિસ
દ્રાક્ષને સૂકવીને કિસમિસ તૈયાર કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ડ્રાયફ્રૂટમાં ઈલેક્ટ્રોલાઈટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. કિસમિસ વિટામિન A થી ભરપૂર હોય છે જે શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં સુધારો કરે છે. તેનાથી શુક્રાણુઓની ગતિશીલતા પણ વધે છે. જો કે ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
 
2. અંજીર
અંજીર ખાવાથી પણ પુરુષોની પ્રજનન ક્ષમતા અને સ્પર્મ કાઉન્ટ વધે છે. અંજીર વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. અંજીરને તમે નાસ્તામાં દૂધ સાથે લેશો તો થોડા દિવસોમાં તેની અસર દેખાશે.

3. ખજૂર
જાતિય સમસ્યાઓ દુર કરવા માટે ખજૂરનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. ઘણી રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ખજૂર ખાવાથી સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની ગુણવત્તા સુધરે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news