Hair Fall Control: માથાના વાળ હેર બ્રશ અને જમીન પર વધારે જોવા મળે છે? તો આ 2 દેશી ઉપાય છે તમારા માટે

Hair Fall Control: ડોક્ટરોના જણાવ્યા અનુસાર વાળ ખરવાનું સૌથી મોટું કારણ હોય છે લોકોની લાઈફસ્ટાઈલ અને વાળને એકદમ ટાઈટ બાંધવાની આદત. આ સિવાય કેટલાક લોકો વાળ ધોયા પછી હેર ડ્રાયર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જેના કારણે વાળ સંબંધિત સમસ્યા વધી જાય છે

Hair Fall Control: માથાના વાળ હેર બ્રશ અને જમીન પર વધારે જોવા મળે છે? તો આ 2 દેશી ઉપાય છે તમારા માટે

Hair Fall Control: પાણીની ખરાબ ગુણવત્તા અને આહારમાં પોષક તત્વોના અભાવના કારણે નાની ઉંમરમાં લોકોને ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યા સતાવવા લાગે છે. આજના સમયમાં નાના બાળકોમાં પણ સફેદ વાળ અને વાળ ખરવાની ફરિયાદ વધતી જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પોષક તત્વોની ખામીના કારણે વાળ પાતળા થઈ જાય છે અને ધીરે ધીરે નબળા પડીને ખરવા લાગે છે. જો આવી સમસ્યાથી તમે પણ પરેશાન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને કેટલાક ઘરગથ્થુ નુસખા જણાવ્યા જ એની મદદથી તમારા વાળ ખરતા અટકશે અને ફરીથી કાળા થવા લાગશે.

ખરતા વાળ અને સફેદ વાળ વધવાનું કારણ

આ પણ વાંચો:

કોઈપણ સમસ્યાનો ઉપચાર કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે સમસ્યાનું કારણ શું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર વાળ ખરવાનું સૌથી મોટું કારણ હોય છે લોકોની લાઈફસ્ટાઈલ અને વાળને એકદમ ટાઈટ બાંધવાની આદત. આ સિવાય કેટલાક લોકો વાળ ધોયા પછી હેર ડ્રાયર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જેના કારણે વાળ સંબંધિત સમસ્યા વધી જાય છે. 

ખરતા વાળ અટકાવવાના દેશી ઉપચાર
 

મેથીનો કરો ઉપયોગ

જો વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય અને સફેદ થવા લાગ્યા હોય તો મેથી નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે મેથીને આખી રાત પાણીમાં પલાળી દો અને બીજા દિવસે સવારે તેને પાણીમાંથી કાઢી પલાળેલા મેથી દાણાની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને માથામાં એક કલાક સુધી લગાવી રાખો. ત્યાર પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરવાથી ખરતા વાળની સમસ્યા ધીરે ધીરે બંધ થઈ જશે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ પણ ખરતા વાળની સમસ્યા માટે રામબાણ ઈલાજ છે. વાળને ખરતા અટકાવવા હોય અને સફેદ થતા અટકાવવા હોય તો રોજ થોડું નાળિયેર તેલ લઈને તેના વડે વાળના મૂળમાં મસાજ કરો. એક કલાક સુધી તેલને માથામાં રહેવા દો અને પછી શેમ્પૂ કરો. આ રીતે વાળ ધોવાનું રાખશો તો ખરતા વાળની સમસ્યા ઓછી થઈ જશે અને વાળની ગુણવત્તા સુધરશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news