Recruitment 2023: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં બમ્પર ભરતી, ગુજરાતમાં આટલી જગ્યાઓ ખાલી
Recruitment 2023: સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલાં યુવાનો માટે મોટી તક. આ ડાયરેક્ટ લિંક દ્વારા તુરંત કરો અરજી. જલદી કરજો, ગુજરાતમાં પણ છે ખાસી બધી જગ્યાઓ.
Trending Photos
SBI Recruitment 2023: બેંકમાં નોકરીનું સપનું જોતા લોકો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 877 જગ્યાઓ માટે ભરતી હાથ ધરી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, જેના માટે 10 માર્ચ, 2023 થી એપ્લિકેશન વિંડો ખોલવામાં આવી છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ 1, 2023 છે. SBIએ તેની સત્તાવાર સૂચનામાં જણાવ્યું કે બેંકમાં બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટર અને સપોર્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. બેંકના નિવૃત્ત કર્મચારીઓ આ માટે અરજી કરી શકે છે.
કેટલી જગ્યાઓ છે?
SBI ની અધિકૃત વેબસાઈટ અનુસાર, સ્ટેટ બેંકે નિવૃત્ત બેંક કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટના ધોરણે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટર અને સપોર્ટ ઓફિસરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.
બિઝનેસ કોરસપોન્ડન્ટ ફેસિલિટેટર:
બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટરમાં કુલ 868 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, અમરાવતી, બેંગલુરુ, ભોપાલ ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મહારાષ્ટ્ર, મુંબઈ મેટ્રો, નોર્થ ઈસ્ટ, પટના, તિરુવનંતપુરમમાં ભરતી થશે.
સહાયક અધિકારી:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સપોર્ટ ઓફિસરની જગ્યા માટે 9 જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ કરાર આધારિત છે.
મહત્વપૂર્ણ તારીખો:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આ ભરતીઓ માટે અરજી કરતા પહેલાં આ મહત્વપૂર્ણ તારીખો જાણો. બેંકે 10 માર્ચ, 2023 ના રોજ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટર માટે એપ્લિકેશન લિંક ખોલી છે, જેમાં તેઓ 31 માર્ચ, 2023 સુધી અરજી કરી શકે છે. બીજી તરફ, સપોર્ટ ઓફિસર માટે અરજી ઉમેદવારો 18 માર્ચથી 1 એપ્રિલ, 2023 સુધી અરજી કરી શકે છે.
તમને કેટલો પગાર મળશે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની સત્તાવાર સૂચનામાં જણાવ્યું છે કે સપોર્ટ ઓફિસરમાં, MMGS II અને MMGS III ગ્રેડના ઉમેદવારોને દર મહિને 40,000 પગાર મળશે અને SMGS IV ગ્રેડના ઉમેદવારોને 45,000 રૂપિયા પ્રતિ મહિનાનો પગાર મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે