51000 યુવાઓને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા જોઈનિંગ લેટર, જાણો કયા કયા વિભાગમાં થઈ ભરતી
Rozgar Mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં જોડાવવા માટે 51 હજારથી વધુ યુવાઓને જોઈનિંગ લેટર આપ્યો.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં જોડાવવા માટે 51 હજારથી વધુ યુવાઓને જોઈનિંગ લેટર આપ્યો. અત્રે જણાવવાનું કે દેશભરની 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન થઈ રહ્યું છે. પીએમ મોદીએ આ અવસરે હાજર યુવાઓને સંબોધન પણ કર્યું.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં દેશની આઝાદી અને દેશના કોટિ કોટિ જનોના અમૃતરક્ષક બનવા પર તમને બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ. હું તમામ સફળ ઉમેદવારો અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવું છે. આજે જે યુવાઓે નિયુક્તિ પત્ર મળયા છે તેઓ દેશની સેવાની સાથે સાથે નાગરિકોની રક્ષા પણ કરશે. આથી એક પ્રકારે તમે અમૃતકાળના જન અને અમૃતરક્ષક પણ છો.
Prime Minister Narendra Modi to distribute 51,000 appointment letters to recruits, at a Rozgar Mela shortly. pic.twitter.com/wAZfd7Z3kG
— ANI (@ANI) August 28, 2023
તેમણે કહ્યું કે આ વખતે રોજગાર મેળાનું આયોજન એક એવા માહોલમાં થઈ રહ્યુ છે જ્યારે દેશ ગર્વ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. આપણું ચંદ્રયાન અને રોવર પ્રજ્ઞાન સતત ચંદ્રમાની ઐતિહાસિક તસવીરો મોકલી રહ્યા છે. આવા સમયમાં તમે જીવનની સૌથી મહત્વપૂર્ણ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છો. સેનામાં આવીને સુરક્ષાદળો સાથે જોડાઈને, પોલીસ સેવામાં આવવાનું દરેક યુવાનું સપનું હોય છે કે તેઓ દેશની રક્ષાના પ્રહરી બને. આથી તમારા બધા પર ખુબ મોટી જવાબદારી હોય છે. આથી તમારી જરૂરિયાતો પ્રત્યે પણ અમારી સરકાર ખુબ ગંભીર બની રહી છે.
સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા
પીએમ મોદીએ કહ્યું કે અરજીથી લઈને પસંદગી સુધીની પ્રક્રિયામાં તેજી લાવવામાં આવી છે. અર્ધસૈનિક દળોમાં ભરતી માટે થનારી પરીક્ષા હવે 13 સ્થાનિક ભાષાઓમાં થઈ રહી છે. આ ફેરફારથી લાખો યુવાઓ માટે રોજગાર મેળવવાની તકો ખુલી છે.
Speaking at the Rashtriya Rozgar Mela. Congratulations to the newly inducted personnel who would be serving in the various Forces. https://t.co/aGAkXeRmCQ
— Narendra Modi (@narendramodi) August 28, 2023
8માં રોજગાર મેળા હેઠળ ભરતી
પીએમ કાર્યાલય તરફથી રવિવારે આ જાણકારી શેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રોજગારી મેળામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, સીમા સુરક્ષા દળ (BSF), કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા ફોર્સ (CISF), સશસ્ત્ર સીમા દળ (SSB), અસમ રાયફલ્સ, ભારત તિબત સીમા પોલીસ (ITBP) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સાથે દિલ્હી પોલીસમાં પણ ભરતી કરાઈ છે.
અત્યાર સુધીમાં 4.84 લાખ નોકરી મળી
પીએમ મોદીએ રોજગાર મેળાના પહેલા ફેઝની શરૂઆત 22 ઓક્ટોબર 2022ના રોજ કરી હતી. તે સમયે તેમણે જણાવ્યું હતું કે તેમનો લક્ષ્ય છે કે વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ યુવાઓને નોકરી આપવામાં આવે. છેલ્લા 9 મહિનામાં 7 રોજગાર મેળાનું આયોજન કરાયું છે. તેમાં 4 લાખ 48 હજારથી વધુ યુવાઓને જોઈનિંગ લેટર અપાઈ ચૂક્યા છે. અ પહેલા 7માં રોજગાર મેળાનું આયોજન 22 જુલાઈના રોજ થયું હતું. તે સમયે પીએમ મોદીએ 70 હજારથી વધુ યુવાઓને જોઈનિંગ લેટર આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે