રેલવેમાં 1785 જગ્યાઓ પર બમ્પર ભરતી, બસ માત્ર કરવું પડશે આ કામ, સંપૂર્ણ વિગતો જાણો અહીં...

દક્ષિણ પૂર્વ રેલવેમાં નોકરી માટે 1,785 જગ્યાઓ ખાલી છે. 10 પાસ યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વહેલીતકે અરજી કરનારા યુવાનોને મળશે લાભ...

રેલવેમાં 1785 જગ્યાઓ પર બમ્પર ભરતી, બસ માત્ર કરવું પડશે આ કામ, સંપૂર્ણ વિગતો જાણો અહીં...

Indian Railway Jobs:  ભારતીય રેલ્વેમાં ભરતી...ભરતી...ભરતી...એક નહીં 1785 પદ માટે જગ્યા છે ખાલી...ખાલી જગ્યાની રાહ જોતા યુવાનો માટે એક મોટી તક છે. દક્ષિણ પૂર્વ રેલવેમાં નોકરી માટે 1,785 જગ્યાઓ ખાલી છે. 10 પાસ યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વહેલીતકે અરજી કરનારા યુવાનોને મળશે લાભ...

આજે છેલ્લી તારીખ છે
આ જગ્યાઓ માટે અરજીઓ કરવાની છેલ્લી તારીખ આજે છે..

સીધી ભરતી મેળવવી
રેલ્વેની અધિકૃત વેબસાઈટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રેલ્વેએ આ બમ્પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી પરીક્ષા વિના ધોરણ-10 પાસની ભરતી કરશે..

યોગ્યતા
ધોરણ-10માં અરજી કરનારા ઉમેદવારને ઓછામાં ઓછા 50% હોવા આવશ્યક છે.ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી  ITI પાસ કરેલ હોવું જોઈએ.

વયમર્યાદા
અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 15 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને મહત્તમ વય 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2023ના આધારે કરવામાં આવશે. જોકે, અનામત વર્ગને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે.

અરજી ફી
ઉમેદવારોએ ફી તરીકે 100 રૂપિયા ભરવાના રહેશે. ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે 'પેમેન્ટ ગેટવે' થકી ફી ઓનલાઈન ભરી શકશે. આ માટે ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, ઈ-વોલેટનો ઉપયોગ કરી શકાય છે.

પસંદગી
ઉમેદવારોની પસંદગી મેટ્રિક અને આઈટીઆઈ બંને અભ્યાસક્રમોમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. આ બંને કોર્સની સરેરાશ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે.

આ રીતે અરજી કરો

  • સૌથી પહેલા રેલ્વેની ઓફિશિયલ વેબસાઈટ rrccr.com પર ક્લિક કરો.
  • વેબસાઇટના હોમ પેજ પર એપ્રેન્ટિસ ભરતીની લિંક પર ક્લિક કરો.
  • હવે Online application for Engagement of Apprentices under the Apprentices લિંક પર જાઓ.
  • આગલા પેજ પર નોંધણી માટે પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.
  • હવે અરજી ફોર્મ ભરો.
  • તેની પ્રિન્ટ આઉટ જરૂર લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news