નોકરી હોય તો આવી! 25 વર્ષે નોકરી, 29માં રિટાયર્ડમેન્ટ, 4 વર્ષમાં 4 પેઢી ચાલે એટલી કમાણી

Early retirement formula : તમે આ છોકરાની વાત સાંભળશો તો તમને નવાઈ લાગશે. આ વાર્તા એક યુવાન ભારતીય છોકરાની છે, જેણે 25 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરી ને 29 વર્ષની ઉંમરે એટલા પૈસા કમાઈ લીધા હતા કે હવે તે નિવૃત્ત થઈ શકે છે અને તેનું આખું જીવન શાંતિથી પસાર કરી શકે છે.

નોકરી હોય તો આવી! 25 વર્ષે નોકરી, 29માં રિટાયર્ડમેન્ટ, 4 વર્ષમાં 4 પેઢી ચાલે એટલી કમાણી

Early retirement formula : આ છોકરાનું નામ છે નામ ડેનિયલ જ્યોર્જ છે. જ્યોર્જે નોકરી શરૂ કરતાંની સાથે જ તેણે મન બનાવી લીધું હતું કે તે આ ફિલ્ડમાં લાંબો સમય કામ નહીં કરે. નોકરી દરમિયાન તેણે પોતાના લક્ષ્યોને ધ્યાનમાં રાખ્યા અને પૈસા ખર્ચવાને બદલે પૈસા બચાવવા પર ધ્યાન આપ્યું. આ છોકરાની જબરદસ્ત છે સ્ટોરી...

જ્યારે ડેનિયલ જ્યોર્જ IIT બોમ્બેમાં અભ્યાસ કરતો હતો એ સમયે જ તેણે વહેલા નિવૃત્ત થવાનું વિચાર્યું હતું. એ સમયે તેની ઉંમર 24 વર્ષની હતી. 2015 માં ભૌતિકશાસ્ત્ર એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેણે ઉનાળામાં ઇન્ટર્નશિપ કરી હતી. આ સમયે 2018 માં Google તરફથી સીધી ઑફર મળી હતી. જેનો પગાર US$265,000 (2.2 કરોડ રૂપિયા) હતો. આ નોકરી એઆઈ એન્જિનિયરની હતી. નોકરી મળ્યા પછી પણ જ્યોર્જે અંકગણિતનો અભ્યાસ કર્યો, ત્યારે તેમને સમજાયું કે થોડા વર્ષો કામ કર્યા પછી જો તે ઇચ્છે તો ભારત રિટર્ન જઈને નિવૃત્તિ લઈ શકે છે.

બિઝનેસ ઈન્સાઈડર સાથે વાત કરતા જ્યોર્જે કહ્યું કે હવે તેની પાસે એટલા પૈસા છે કે તેને ભવિષ્યમાં પોતાના પગારની ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું, “Google X સાથે કામ કરવું એ મારું ડ્રીમ હતું.  અમર્યાદિત ભોજન અને પીણાં તેમજ પિંગ-પૉંગ ટેબલ, વિડિયો ગેમ રૂમ, સોકર મેદાન, જિમ, ટેનિસ કોર્ટ અને મફત મસાજ જેવી સુવિધાઓ હતી. ગૂગલમાં એક વર્ષ વિતાવ્યા પછી, તેમણે પ્રાથમિકતાના આધારે ફાઇનાન્સ અને ટેક્સ વિશે વિચારવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, "હું ખૂબ સારા પૈસા કમાતો હતો, પરંતુ લગભગ 50 ટકા પૈસા ટેક્સમાં ચૂકવતો હતો."

જ્યોર્જે વિચાર્યું કે આટલો બધો ટેક્સ ભરવાને બદલે તે તેના રિટાયરમેન્ટ ફંડમાં વધુને વધુ પૈસા નાખવાનું ચાલુ કરશે. તેણે પણ એવું જ કરવાનું શરૂ કર્યું. તે કહે છે, “જ્યારે હું Google માં કામ કરતો હતો, ત્યારે મેં મારી કમાણીમાંથી 10 ટકાથી પણ ઓછો ખર્ચ કર્યો હતો. હું ક્યારેક બાઇક પર તો ક્યારેક પગપાળા કામ પર જતો, તેથી મેં ક્યારેય કાર ખરીદી નથી. હું ફક્ત Google પર જ દિવસમાં ત્રણ વખત ભોજન લેતો હતો અને ભાગ્યે જ તેના પર પૈસા ખર્ચતો હતો. સિલિકોન વેલીમાં મકાનો ખૂબ જ મોંઘા છે, પરંતુ હું કેટલાક મિત્રો સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને મારા ભાડાનો હિસ્સો ઘણો ઓછો હતો.”

ઓછો ખર્ચ કરીને પણ ક્વોલિટી ટાઈમ પસાર કર્યો-
એવું નહોતું કે ઓછો ખર્ચ કર્યા પછી પણ તેને કોઈ કમી અનુભવાઈ. ગૂગલમાં કામ કરતી વખતે તેને ઘણી મજા આવતી હતી, કારણ કે તેને ગૂગલ ઓફિસમાંથી ઘણા પૈસા મળતા હતા. ડેનિયલ જ્યોર્જે કહ્યું, “હું એવા ઘણા લોકોને ઓળખું છું જેમણે મોંઘી કાર કે મકાનો ખરીદ્યા હતા, પરંતુ મેં મારી બચતનું રોકાણ કરવાનું નક્કી કર્યું. હું જાણતો હતો કે જેટલી જલદી મેં પૈસા બચાવવાનું શરૂ કર્યું, તેટલો વધુ સમય તેને આગળ વધવા માટે મળશે. કોઈપણ સમયે હું એવા શહેરોમાં જઈ શકું છું જે સસ્તું હોય અને ત્યાં વધુ સારું ઘર ખરીદી શકું. "હું Google માં મજા માણી રહ્યો હતો અને ક્યારેય એવું લાગ્યું નથી કે હું ત્યાં ક્વોલિટી સમય વિતાવી રહ્યો નથી."

છેવટે, તેણે દર વર્ષે ટેક્સ સેવિંગ એકાઉન્ટમાં $75,000 (આશરે રૂ. 62 લાખ) કરતાં વધુ જમા કરાવ્યા. 2020 સુધીમાં જોર્ડન પાસે એટલા પૈસા હતા કે તે નિવૃત્ત થઈને ભારત પરત આવી શક્યો હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં. તેણે ત્યાં જ રહેવાનું અને તેની સંપત્તિમાં વધુ વધારો કરવાનું નક્કી કર્યું. કારણ તેની ભાવિ પત્નીને મળવાનું હતું. તેની ભાવિ પત્ની પણ ગૂગલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિજ્ઞાની હતી, પરંતુ તે અમેરિકામાં જ રહેતી હતી.

જૂન 2020માં તેને અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગન તરફથી ઑફર મળી અને તેને ગૂગલને અલવિદા કરવામાં વધુ સમય લાગ્યો નહીં. તેને AI પ્રોજેક્ટ્સની મોટી જવાબદારી મળી અને પૈસા ગૂગલ કરતા ડબલ થઈ ગયા. તે કહે છે, “મારી આવક અને નેટવર્થમાં વધારો થયો હતો, પરંતુ હું હજુ પણ ખૂબ જ સાદું જીવન જીવી રહ્યો હતો. કારણ કે મારે રસોઇ કરવી ન હતી, મેં બહાર ખાવા સિવાય બીજું કંઈ કર્યું ન હતું. "મારી પાસે કપડાં, ગાદલું, પલંગ અને 56-ઇંચનું ટીવી હતું, બીજું કંઈ નથી."

તેણે જણાવ્યું કે જ્યારે તે 27 વર્ષનો થયો ત્યારે તેણે તેને એક મિલિયન ડોલરની બચતને સ્પર્શી લીધી હતી. તે કહે છે, "હું જેપી મોર્ગન પાસેથી મળેલા પગાર અને જંગી બોનસના 70 ટકા રોકાણ કરતો રહ્યો." ઓગસ્ટ 2023 માં જ્યારે તે 29 વર્ષનો થયો, ત્યારે જ્યોર્જે પણ જેપી મોર્ગન છોડી દીધું અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેણે તેના કેટલાક મિત્રો સાથે મળીને સ્ટાર્ટઅપ થર્ડ ઇયર AI શરૂ કર્યું. હવે જ્યોર્જ કહે છે, “મારે હવે મારા પગારની ચિંતા કરવાની જરૂર નથી. હું મારી પોતાની કંપની બનાવવાનું જોખમ લઈ શકું છું… જ્યારે હું અને મારી પત્ની સ્થાઈ થઈને બાળકો પેદા કરવા વિશે વિચારીએ છીએ, ત્યારે મને વિશ્વાસ છે કે આ તમામ રોકાણો અમને આવક પ્રદાન કરવાનું ચાલુ રાખશે. જે મારા પરિવારના ખર્ચને ટેકો આપશે. "મેં વહેલું રોકાણ કરવાનું શરૂ કર્યું હોવાથી, મારે પછી ચિંતા કરવાની જરૂર નથી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news