Jobs: Indian Navy માં 12 પાસ યુવાનો માટે જોડાવવાની સુવર્ણ તક
દેશ માટે સેવા કરવાનો મોકો દરેક ભારતીયોને મળતો નથી. દેશ માટે સેનામાં જોડાઈને સેવા કરવા માગતા યુવાનો માટે સારી તક કહી શકાય. ઉમેદવાર અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ 12 પાસ હોય તેવા યુવાનો માટે ટે ભારતીય નૌકાદળના એપ્રેન્ટિસ (સેઇલર એન્ટ્રી એસએસઆર, એએ ભરતી 2021)માં જોડાવવા માટેની સારી તક. 12માં ધોરણમાં સાયન્સ પ્રવાહમાંથી ઉત્તણ થયા હોય તેવા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે.
દેશ માટે સેવા કરવાનો મોકો દરેક ભારતીયોને મળતો નથી. દેશ માટે સેનામાં જોડાઈને સેવા કરવા માગતા યુવાનો માટે સારી તક કહી શકાય. ઉમેદવાર અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકશે. આ પોસ્ટ માટે ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અને આ સાઈટ પર તમામ અન્ય વિગતો મળી જશે.
શૈક્ષણિક લાયકાત
વરિષ્ઠ માધ્યમિક ભરતી (એસએસઆર) માટે, ઉમેદવારે બાયોલોજી, કમ્પ્યુટર સાયન્સ અથવા કેમિસ્ટ્રીની સાથે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં 12માની પરીક્ષા પાસ કરવી જોઈએ. તે જ સમયે, કૃત્રિમ એપ્રેન્ટિસ માટે, ઉમેદવારે 60 ટકાથી વધુ ગુણ સાથે સાયન્સ પ્રવાહમાંથી 12 ધોરણની પરીક્ષા પાસ કરેલા ઉમેદવાર અરજી કરી શકશે.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેણીનો જન્મ 01 ફેબ્રુઆરી 2001 થી 31 જુલાઈ 2004 ની વચ્ચે થયો હતો.
પરીક્ષા ફી
જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારને 205 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે એસી / એસટીના ઉમદેવાર માટે કોઈ ફી નહીં ભરવાની રહે.
શારીરિક ક્ષમતા
ઉમેદવારને નેવીમાં જોડાવવા માટેની લંબાઈ - 157 સે.મી હોવી જોઈએ. જ્યારે 7 મિનિટમાં 1.6 કિ.મી. રન પુરી કરવાની રહેશે. અને સીટ-અપ્સ 20 વખત મારવાના રહેશે. જ્યારે પુશ-અપ 10 વખત મારવાના રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે