Recruitment 2024: ભારતીય સેનામાં ધોરણ 10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, આ લિંક પરથી ફટાફટ કરો અરજી

Indian Army Recruitment 2024: ભારતીય સેના દ્વારા 30,000 રૂપિયા પગાર અને વધારાના ભથ્થા સાથેના માસિક વેતન વાળી લગભગ 25000 વેકેન્સીની જાહેરાત કરી છે. અગ્નિવીર 2024 ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાશે ત્યાર પછી ઉમેદવારોનો ફિઝિકલ ટેસ્ટ થશે.

Recruitment 2024: ભારતીય સેનામાં ધોરણ 10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, આ લિંક પરથી ફટાફટ કરો અરજી

Indian Army Recruitment 2024: ભારતીય સેનાએ વર્ષ 2024 અગ્નિવીર ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. અગ્નિવીર બનવા ઇચ્છુક લોકો પોતાની ઓનલાઇન અરજી  join Indianarmy.nic.in વેબસાઈટ પર જઈને ભરી શકે છે. ઓનલાઇન અગ્નિવીર અરજી માટેના ફોર્મ ઉપલબ્ધ છે. 

ભારતીય સેના દ્વારા 30,000 રૂપિયા પગાર અને વધારાના ભથ્થા સાથેના માસિક વેતન વાળી લગભગ 25000 વેકેન્સીની જાહેરાત કરી છે. અગ્નિવીર 2024 ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાશે ત્યાર પછી ઉમેદવારોની પસંદગી ફિઝિકલ ટેસ્ટના આધારે થશે 

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 17 વર્ષથી 21 વર્ષ સુધીની હોવી જોઈએ. અગ્નિવીર જનરલ ડ્યુટી પદ માટે ઉમેદવારનું 10 ધોરણ પાસ હોવું જરૂરી છે. જ્યારે ટ્રેડ્સમેનના પદ માટે ધોરણ આઠ પાસ વ્યક્તિ પણ અપ્લાય કરી શકે છે. 

અરજી કરવાની પ્રક્રિયા પૂરી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઇન જરૂરી ડોક્યુમેન્ટ અને જાણકારી આપવાની રહેશે. ડોક્યુમેન્ટમાં ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ, એક વેલિડ ઇ-મેલ આઇડી, એક પર્સનલ મોબાઈલ નંબર ઉપરાંત જેસીઓ અથવા ઓઆર અરજી માટે ડોમિસાઈલ સ્ટેટ, જિલ્લા અને તાલુકા સંબંધિત જાણકારી જરૂરી છે.

સાથે જ ઉમેદવારે એક સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો જેના પર સાઇન કરેલી હોય તેને પણ અપલોડ કરવો પડશે. ધોરણ 10 અને અન્ય ઉચ્ચ શિક્ષણ ની યોગ્યતા દર્શાવતી માર્કશીટ પણ હોવી જરૂરી છે. 

ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ  join Indianarmy.nic.in વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાં જરૂરી જાણકારી ફોર્મમાં ભરી અને ડોક્યુમેન્ટ તેમજ ફોટો અપલોડ કરવાના રહેશે. આ પ્રક્રિયા કર્યા પછી પરીક્ષા માટે નામ રજિસ્ટર થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news