Job of the Week: સરકારી નોકરી જોઈએ છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના આ વિભાગમાં પડી છે જાહેરાતો, જલદી કરજો રહી ના જતા

Job of The Week sarkari Naukri: સરકારી નોકરીઓ શોધી રહેલા લોકો માટે દેશભરમાં વિવિધ વિભાગોમાં નોકરીની જાહેરાત બહાર આવી છે. તમારા અભ્યાસ અને રુચિ અનુસાર તમે તે સરકારી નોકરી માટે અરજી કરી શકો છો જેની યોગ્યતા તમે પૂર્ણ કરો છો.

Job of the Week: સરકારી નોકરી જોઈએ છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારના આ વિભાગમાં પડી છે જાહેરાતો, જલદી કરજો રહી ના જતા

Job of The Week sarkari Naukri: સરકારી નોકરીઓ શોધી રહેલા લોકો માટે દેશભરમાં વિવિધ વિભાગોમાં નોકરીની જાહેરાત બહાર આવી છે. તમારા અભ્યાસ અને રુચિ અનુસાર તમે તે સરકારી નોકરી માટે અરજી કરી શકો છો જેની યોગ્યતા તમે પૂર્ણ કરો છો.

India Post Staff Car Driver Recruitment 2023 Notification 
ઈન્ડિયા પોસ્ટે 58 સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પોસ્ટલ સર્કલ હેઠળના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ છે. જો તમે 10મું પાસ છો અને સરકારી નોકરીમાં રસ ધરાવો છો તો તમારી પાસે ભારતીય ટપાલ વિભાગનો ભાગ બનવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 31 માર્ચ 2023 અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

CRPF Constable Recruitment 2023 
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા 9000થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાલી જગ્યા હેઠળ કોન્સ્ટેબલની ટેકનિકલ અને ટ્રેડસમેનની જગ્યાઓ ભરવામાં આવશે. આ પદો માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 27 માર્ચ 2023થી CRPFમાં કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરી શકશે.

AAICLAS Recruitment 2023
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  (Airport Authority of India) કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઈડ સર્વિસીસ કંપની લિમિટેડ સિક્યુરિટી (CLAS) એ બમ્પર ભરતી હાથ ધરી છે. આ ભરતી હેઠળ સિક્યોરિટી સ્ક્રિનર ફ્રેશર ભરતી 2023 માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે 19 માર્ચ 2023ના રોજ બંધ થશે. આવા ઉમેદવારો કે જેઓ AAICLAS સિક્યુરિટી સ્ક્રીનર ફ્રેશર્સ રિક્રુટમેન્ટ 2023 માટે અરજી કરવા ઇચ્છુક છે તેઓ અધિકૃત વેબસાઇટ aaiclas.aero ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

No description available.

MPPSC VAS Recruitment 2023
વેટરનરી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા ઉમેદવારોએ સરકારી નોકરી માટે તૈયારી કરવી જોઈએ. વાસ્તવમાં, મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને નોકરીની સૂચના બહાર પાડી છે. તે મુજબ વેટરનરી આસિસ્ટન્ટ સર્જનની જગ્યાઓ પર નિમણૂંકો કરવામાં આવશે. વેટરનરી આસિસ્ટન્ટ સર્જનની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવશે, જે 9 મે 2023 સુધી ચાલશે. આ માટે,  ઉમેદવારો MPPSC ની સત્તાવાર વેબસાઇટ, mppsc.mp.gov.in દ્વારા અરજી કરી શકશે.

Gujarat High Court Recruitment 2023 
સરકારી નોકરીની શોધમાં છો તો એક નવી ભરતીની ઓફર આવી છે. ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. https://gujarathighcourt.nic.in/ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજ માટે 193 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે લોકો માટે આ રહી સમગ્ર ડિટેઈલ્સ.

અરજી ભરવાની સમયમર્યાદા
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 એપ્રિલ 2023 છે. https://gujarathighcourt.nic.in/  માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news