Jobs: આ જગ્યાએ નોકરીની તક, મહિને મળશે 85000 રૂપિયા પગાર, ફટાફટ કરો અરજી
Sarkari Naukri, Jobs, GIC Recruitment 2024: જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (GIC)માં ભરતી બહાર પડી છે. અલગ-અલગ પદો માટે જુદી-જુદી યોગ્યતાઓ નક્કી કરવામાં આવી છે. આવો જાણીએ વિગત....
Trending Photos
Sarkari Naukri, Jobs, GIC Recruitment 2024: જો તમે સ્નાતક છો તો જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (GIC)માં નોકરી મેળવવાની સારી તક છે. ખાસ વાત છે કે જો તમે આ નોકરી માટે પસંદ થઈ ગયા તો તમને 85000 રૂપિયા સુધીનો પગાર મળશે. જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (GIC)માં કુલ 110 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. તેની સંપૂર્ણ જાણકારી જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ www.gicre.in પર ચેક કરી શકાય છે. મહત્વનું છે કે તેમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ 19 ડિસેમ્બર છે.
GIC Vacancy 2024: કઈ પોસ્ટ પર જગ્યા
ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કુલ 110 ખાલી જગ્યાઓમાંથી, જનરલ અને ફાઈનાન્સ માટે દરેક 18 જગ્યાઓ છે. તેવી જ રીતે, ITની 22 જગ્યાઓ અને એક્ચ્યુરી એટલે કે મુનશીની 10 જગ્યાઓ છે. જેમાં વીમાની 20 જગ્યાઓ, એન્જિનિયરિંગની 5 જગ્યાઓ, લીગલની 9 જગ્યાઓ, HRની 6 જગ્યાઓ, MBBS ડૉક્ટરની 2 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાઓ સ્કેલ 1 અધિકારી (સહાયક અધિકારી)ની છે.
GIC Recruitment Age Limit 2024: યોગ્યતા અને ઉંમર મર્યાદા
જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં જે ભરતી નિકળી છે તે બધા પદો માટે અલગ-અલગ યોગ્યતાઓ માંગવામાં આવી છે, જે પણ પોસ્ટ છે તે માટે સંબંધિત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી માંગવામાં આવી છે. જનરલ પદો માટે 60 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી માગવામાં આવી છે. આ સિવાય જો પોસ્ટ ગ્રેજ્યુએશન અને એમબીએની ડિગ્રી હોય તો સારૂ છે. આ રીતે લીગલ પદ માટે લોની ડિગ્રી હોવી જોઈએ. એલએલએમ કે સિવિલ ડિગ્રી પણ માગવામાં આવી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા 21થી 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
GIC Jobs Selection Process: શું છે પસંદગી પ્રક્રિયા
જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આ પદો પર પસંદગી માટે ઉમેદવારોએ સૌથી પહેલા ઓનલાઈન ટેસ્ટ આપવી પડશે. ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન થશે. તેમાં પસંદ થયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેવાશે. સૌથી છેલ્લે મેડિકલ ટેસ્ટ થશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પસંદગી થશે. આ પદ પર પસંદ પામનાર ઉમેદવારોને 85000 રૂપિયા પગાર આપવામાં આવશે. આ સિવાય અન્ય લાભ પણ મળવાપાત્ર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે