હવે ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે વિદેશી વકીલ, 5 વર્ષનું હશે રજિસ્ટ્રેશન, જાણો શું છે નિયમ

Bar Council of India: બીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં પ્રેક્ટિસ માટે વિદેશી વકીલો અને લો ફર્મે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. માત્ર 5 વર્ષ માટે રજિસ્ટ્રેશન હશે અને તેના પછી તેને રિન્યુઅલ કરવાનું રહેશે.

હવે ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે વિદેશી વકીલ, 5 વર્ષનું હશે રજિસ્ટ્રેશન, જાણો શું છે નિયમ

Bar Council of India: હવે વિદેશી વકીલ અને લો ફર્મ ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેને લઈને નિયમ જાહેર કરી દીધા છે. રજિસ્ટ્રેશન અને રેગ્યુલેશન નિયમ  'Bar Council of India Rules for Registration and Regulation of Foreign Lawyers and Foreign Law Firms in India, 2022ના જણાવ્યા પ્રમાણે વિદેશી લો ફર્મ્સને ભારતમાં પ્રેક્ટિસ કરવાની અનુમતિ મળી શકશે.

આ પણ વાંચો:

શું છે નવો નિયમ:
બીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પહેલાં ભારતીય લો પરિષદ વિદેશી વકીલોની ભારતમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા હતા. તે કોઈપણ રીતે વિદેશી વકીલો અને કાયદા ફર્મને અહીંયા આવવાના વિરોધમાં હતી. પરંતુ પરિષદના સંયુક્ત સલાહકારો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષો અને બીજા લોકોએ તેના પર વિચાર કર્યો અને પોતાની મહોર લગાવી. નવો નિયમ કહે છે કે ભારતમાં પ્રેક્ટિસ માટે વિદેશી વકીલો અને લો ફર્મે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. માત્ર 5 વર્ષ માટે રજિસ્ટ્રેશન હશે અને તેના પછી તેને રિન્યુઅલ કરવાનું રહેશે.

શું ફાયદો થશે:
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જાણકારી આપતાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જ્યારે આ મુદ્દા પર નિર્ણય કરવામાં આવે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું માનવું છે કે વિદેશી લો પ્રેક્ટિસના ફિલ્ડમાં વિદેશી વકીલો માટે ભારતમાં દરવાજા ખોલવાથી નોન લિટિગેશન મામલામાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા મામલામાં ભારતના વકીલોને ફાયદો મળશે. તેના માટે ભારતમાં કાયદાકીય પ્રોફેશન અને ડોમેન વધારવામાં પણ મદદ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news