Meta Layoffs: વોટ્સએપ-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી 10,000 કર્મચારીઓની છટણીનો લીધો નિર્ણય

Meta News: મેટાએ નવેમ્બર 2022માં 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીએ વધુ એકવાર મોટા પાયે કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય લીધો છે. 

Meta Layoffs: વોટ્સએપ-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી 10,000 કર્મચારીઓની છટણીનો લીધો નિર્ણય

નવી દિલ્હીઃ Meta Layoffs: ફેસબુક (Facebook), વોટ્સએપ (Whatsapp)ની પેરેન્ટ કંપની મેટા (Meta)ફરી છટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મેટા પોતાના અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ (Instagram)માંથી આશરે 10,000 લોકોની છટણી કરવા જઈ રહી છે. આ પહેલા કંપનીએ નવેમ્બર 2022માં 11 હજાર કર્મચારીઓની છટણી કરી હતી. 

મેટા પ્લેટફોર્મની આ છટણી બાદ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2021ના મધ્યના બરાબર થઈ જશે. કોરોના કાળ  ( Covid-19) દરમિયાન કંપનીએ 2020માં મોટા પાયે ભરતી કરી હતી. આ હાયરિંગ બાદ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ડબલ થઈ ગઈ હતી. LinkedIn ના માધ્યમથી કંપનીએ કર્મચારીઓને છટણીની જાણકારી આપી છે. આ છટણીમાં એડ સેલ્સ ટીમ, માર્કેટિંગ અને પાર્ટનરશિપ ટીમ પર કાતર ફેરવાશે.

મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે ( Mark Zukerberg)માર્ચ મહિનામાં કહ્યું હતું કે સેકેન્ડ રાઉન્ટની છટણીને આગામી કેટલાક મહિનામાં ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવશે. મોટા ભાગની આ છટણી નોન-એન્જિનિયરિંગ પદ માટે છે. હાલમાં કંપનીના ટાઉનહોલમાં માર્ક ઝુકરબર્ગે કહ્યુ હતુ કે એપ્રિલ મહિનામાં 4000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. 

મેટાએ આ છટણી રેવેન્યૂમાં છેલ્લા કેટલાક મહિનામાં આવેલા ઘટાડા, મોંઘવારી અને ડિજિટલ જાહેરાત ( Digital Advertising) માં ઘટાડાનું પરિણામ છે. મેટાએ મેટાવર્સના ડેવલોપમેન્ટ કરનારી રિએલટી લેબ્સ ડિવિઝનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. પરંતુ આ યુનિટને 13.7 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ પહેલા નવેમ્બર 2022માં મેટાએ પોતાના 11 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. 

વૈશ્વિક આર્થિક સંકટ, વધતા વ્યાજદરો અને રેગ્યુલેટરીના પડકારને કારણે આલ્ફાબેટ અને એમેઝોન જેવી કંપનીઓએ પણ હાલના દિવસોમાં છટણી કરી છે. માઇક્રોસોફ્ટ અને ટ્વિટરે મોટા પાયા પર છટણી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news