Bank Jobs 2023: આ બેંકમાં ઢગલાબંધ પોસ્ટ માટે ભરતી, 6 ફેબ્રુઆરી પહેલાં કરો અરજી

અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ www.nhb.org.in પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. નેશનલ હાઉસિંગ બેંકમાં ડેપ્યુટી મેનેજર, મેનેજર, રિજનલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, જનરલ મેનેજર સહિત કુલ 35 જગ્યાઓ પર ભરતી માટે ભરતી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.

Bank Jobs 2023: આ બેંકમાં ઢગલાબંધ પોસ્ટ માટે ભરતી, 6 ફેબ્રુઆરી પહેલાં કરો અરજી

Job Offers: ગુજરાન ચલાવવા માટે નોકરી અથવા ધંધો કરવો જરૂરી છે...નોકરી મળતી નથી અને ધંધો શરૂ કરવા માટે રોકાણ કરવું જરૂરી છે....ત્યારે નેશનલ હાઉસિંગ બેંકે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. NHBમાં ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ www.nhb.org.in પર જઈને અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે. નેશનલ હાઉસિંગ બેંકમાં ડેપ્યુટી મેનેજર, મેનેજર, રિજનલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, જનરલ મેનેજર સહિત કુલ 35 જગ્યાઓ પર ભરતી માટે ભરતી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.

 

કઈ પોસ્ટ પર ભરતી-
ડેપ્યુટી મેનેજર (સ્કેલ II)-10
પ્રાદેશિક વ્યવસ્થાપક (સ્કેલ IV)-8
મેનેજર (સ્કેલ III)-6
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (સ્કેલ V)-5
પ્રોટોકોલ ઓફિસર-2
ડેપ્યુટી જનરલ મેનેજર (સ્કેલ VI)-2
જનરલ મેનેજર (સ્કેલ VII)-1
મુખ્ય અર્થશાસ્ત્રી-1

ઉંમર-
ડેપ્યુટી મેનેજર (સ્કેલ - II): 23 વર્ષથી 32 વર્ષ
મેનેજર (સ્કેલ-III): 23 વર્ષથી 35 વર્ષ
પ્રાદેશિક મેનેજર (સ્કેલ IV): 30 વર્ષથી 45 વર્ષ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (સ્કેલ - V): 32 વર્ષથી 50 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (સ્કેલ - VI): 40 વર્ષથી 55 વર્ષ
જનરલ મેનેજર (પે સ્કેલ - VII): 40 વર્ષથી 55 વર્ષ
મુખ્ય અર્થશાસ્ત્રી: 62 વર્ષ
પ્રોટોકોલ ઓફિસર: 64 વર્ષ

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 175 રૂપિયા ભરવાના રહેશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news