આ ઓફબીટ કરીયર ઓપ્શન છે બેસ્ટ, ધોરણ 12 પછી ઓછા વર્ષનો અભ્યાસ અને કમાણી થશે લાખોમાં

Offbeat Career Options After 12th: જો તમારે બારમા પછી કોઈ અલગ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વીચારી રહ્યા છો તો તમે આ વિકલ્પો વીશે પણ વીચારી શકો છો.. તેમને પસંદ કરતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી..

આ ઓફબીટ કરીયર ઓપ્શન છે બેસ્ટ, ધોરણ 12 પછી ઓછા વર્ષનો અભ્યાસ અને કમાણી થશે લાખોમાં

Offbeat Career Options After 12th: ધોરણ-12 પછી શું કરીશું..દરેક વિદ્યાર્થીના મનમાં આ પ્રશ્ન જરૂર ઉભો થાય છે...કયો અભ્યાસ કરવાથી સારૂ કેરિયર બનશે...આ અંગે પણ વિદ્યાર્થી ઘણાં ચિંતિત હોય છે...કેટલાક મેડિકલ તો કેટલાક એન્જિનિયરિંગમાં જવા માગે છે..તો ઘણા એવા લોકો છે તે કંઈક અલગ કરવા માંગે છે...તમારા માટે કયું કરિયર યોગ્ય છે તે ઘણી બાબતો પર નિર્ભર છે પરંતુ સૌથી મહત્વનો મુદ્દો રસ છે. તમે જે ક્ષેત્રમાં રસ ધરાવો છો તેમાં જ તમારે હાથ અજમાવવો જોઈએ..કોઈના દબાણ હેઠળ કરિયર પસંદ કરવી યોગ્ય નથી..અને કેરિયરની પસંદગી માટે કોઈને દબાણ કરવું પણ યોગ્ય નથી પરંતુ સાચો રસ્તો પસંદ કરવો ખૂબ જ જરૂરી છે જેથી ઈનિંગ્સ લાંબી રમી શકાય

આ પણ વાંચો:

આ ક્ષેત્રમાં અજમાવો હાથ
પુરાતત્વ, ક્યુરેશન, સ્મારક અને શિલ્પ પુનઃસ્થાપન, મ્યુઝોલોજી, સ્પેશિયલ એજ્યુકેટર, , ડિઝાઈનર, કોમ્યુનિકેશન ડિઝાઇન, માનવ સંસાધન વ્યવસ્થાપન, વીમો, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, કોર્પોરેટ ઇન્ટેલિજન્સ અને માહિતી સંચાર અને મનોરંજન, શૈક્ષણિક/વ્યાવસાયિક કાઉન્સિલિંગ, ફિઝિયોથેરાપી, રિસોર્સીયોથેરાપી ભાષણ-ભાષા અને શ્રવણ, જાહેરાત, કલા નિર્દેશન, જાહેર સંબંધો સહિતના એવા કેટલાક ક્ષેત્રો છે જેમાં તમે તમારો હાથ અજમાવી શકો છો.

ખોટો નિર્ણય પડશે મોંઘો
ઉપર જણાવેલ વિકલ્પો સિવાય, કારકિર્દીના ઘણા વિકલ્પો છે જેમાંથી તમે પસંદ કરી શકો છો. કોઈપણ ક્ષેત્ર પસંદ કરતા પહેલા તે વિશે યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે..જેમ કે તેમાં કેવી રીતે એન્ટ્રી કરીશું...કેટલા સમયમાં આપણે તેમાં સેટ થઈશું..શું ભણવું છે, કેવું કામ કરવાનું છે, કઈ કંપની જોબ આપે છે વગેરે. જો કોઈ એક ખોટો નિર્ણય આખી કારકિર્દી બગાડી શકે છે જેથી અનુભવી વ્યક્તિ સાથે એક વખત ચર્ચા કરવી જરૂરી  છે.

એકવાર તમે જીવનમાં આગળ વધો

હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માત્ર ડિગ્રી પૂરતી નથી. તમારી પાસે કુશળતા હોવી જોઈએ જે આખરે સફળતા તરફ દોરી જાય છે. જો તમારા માર્કસ ઓછા હોય તો ચિંતા કરશો નહીં, કારણ કે એકવાર તમે જીવનમાં આગળ વધો, પછી કોઈ પૂછતું નથી કે 10મા કે 12મામાં તમારા માર્કસ હતા. એટલા માટે તમે જે પણ કરો તે દિલથી કરો અને આખો દિવસ કરો. માતા-પિતા, શિક્ષકો, સાથીઓના દબાણમાં ક્યારેય કોઈ નિર્ણય ન લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news