Recruitment: ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક, આ તારીખ પહેલાં કરી દેજો અરજી
ઘણાં યુવાનો નોકરીની રાહ જોઈને બેઠાં હોય છે. નોકરીની શોધમાં ફરતા યુવાનોની સ્થિતિ શું હોય છે એ તો જેના પર વીતે એને જ ખબર હોય. એમાંય આ કોરોનાએ ઘણાં લોકોની નોકરીઓ પણ છીનવી લીધી છે. આ સ્થિતિની વચ્ચે નોકરી શોધતા અને ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક આવી છે.
Trending Photos
નવી દિલ્લીઃ ઘણાં યુવાનો નોકરીની રાહ જોઈને બેઠાં હોય છે. નોકરીની શોધમાં ફરતા યુવાનોની સ્થિતિ શું હોય છે એ તો જેના પર વીતે એને જ ખબર હોય. એમાંય આ કોરોનાએ ઘણાં લોકોની નોકરીઓ પણ છીનવી લીધી છે. આ સ્થિતિની વચ્ચે નોકરી શોધતા અને ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક આવી છે.
Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય
મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના પદ માટે ભરતી કરવામાં આવી છે. કુલ 331 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આંગણવાડીમાં દેશભરમાં અલગ-અલગ જગ્યાઓ પર સતતપણે ભરતી કરવામાં આવતી હોય છે. કોરોના કાળમાં ભરતીમાં ગ્રહણ લાગી ગયુ હતું અને બીજી લહેરમાં પણ ભરતી પાડવામાં આવી હોવા છતા પણ પરીક્ષા લેવામાં આવી ન હતી. ઘણા લાંબા સમયગાળા બાદ આંગણવાડીમાં ભરતી કરાઈ છે. મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના જોડાવવા માગતા યુવાનો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે. જો કે 1 જુલાઈથી અરજીની પ્રકિયા શરૂ થઈ ગઈ છે.
Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?
કેવી રીતે કરશો અરજી?
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો આંગણવાડીની વેબસાઈટ anganwadirecruit.kar.nic.in પરથી કરી શકશે અરજી.
વય મર્યાદા:
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનોની વય 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.અનામતવાળા યુવાનોને વયમાં છૂટ આપવામાં આવશે.
સિલેક્શનની પ્રક્રિયા:
જોડાવવા માગતા યુવાનો ઓછામાં ઓછું 4 ધોરણ પાસ અને વધુમાં વધુ 9 ધોરણ પાસ હોવા જોઈએ. સાથે જ મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે.
પરીક્ષા ફી:
આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો માટે નોટિકેશનમાં પરીક્ષાની ફી વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉમેદવાર આંગણવાડીની વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે