અમદાવાદ જોબ મેળામાં સામેલ થશે 30થી વધુ કંપનીઓ, આ ક્ષેત્રના ઉમેદવારો માટે ઉત્તમ તક

અમીરાજ કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા શનિવારે, તા.22 જૂનના રોજ યોજાનાર ફ્રેશર્સ (ગ્રેજયુએટ) માટેના જોબમેળા 'અમદાવાદ જોબમેળા 2019’ની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં માત્ર અમદાવાદમાંથી જ નહી પણ સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે. 'અમદાવાદ જોબમેળા'માં 30થી વધુ કંપનીઓ ભાગ લેશે. અને તેમના માપદંડ અનુસાર ઉમેદવારો શોર્ટલીસ્ટ કરીને યાદી બનાવશે. 'અમદાવાદ જોબમેળા' દ્વારા 350થી વધુ ઉપલબ્ધ જગ્યાઓ માટે યુવાન ઉમેદવારોની પસંદગી થશે.
અમદાવાદ જોબ મેળામાં સામેલ થશે 30થી વધુ કંપનીઓ, આ ક્ષેત્રના ઉમેદવારો માટે ઉત્તમ તક

અમદાવાદ: અમીરાજ કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા શનિવારે, તા.22 જૂનના રોજ યોજાનાર ફ્રેશર્સ (ગ્રેજયુએટ) માટેના જોબમેળા 'અમદાવાદ જોબમેળા 2019’ની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં માત્ર અમદાવાદમાંથી જ નહી પણ સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેશે. 'અમદાવાદ જોબમેળા'માં 30થી વધુ કંપનીઓ ભાગ લેશે. અને તેમના માપદંડ અનુસાર ઉમેદવારો શોર્ટલીસ્ટ કરીને યાદી બનાવશે. 'અમદાવાદ જોબમેળા' દ્વારા 350થી વધુ ઉપલબ્ધ જગ્યાઓ માટે યુવાન ઉમેદવારોની પસંદગી થશે.
 
આ પ્રસંગે વાત કરતાં અમીરાજ કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજીના ટ્રસ્ટી પ્રિયંક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે '' 'અમદાવાદ જોબમેળા' એ કોલેજ દ્વારા freshersjobfair.in ના સહયોગથી યોજાનાર સતત ચોથું જોબ મેળો છે. ભૂતકાળની જેમ અમે આ વર્ષે પણ ઉદ્યોગ જગતની પ્રસિધ્ધ કંપનીઓ આઈટી, ફાર્મા, બેન્કિંગ, એન્જીન્યરીંગ જેવાં  ક્ષેત્રોની આવશ્યકતા પાર પાડે તેવા ગુજરાતના યુવાન, પ્રતિભાશાળી, ક્વોલિફાઈડ, પ્રગતિશીલ  ઉમેદવારોની પસંદગી કરશે.”

અમીરાજ કોલેજ ઓફ એન્જીન્યરીંગ એન્ડ ટેકનોલોજીના ટ્રસ્ટી કિનીશ પટેલ જણાવ્યું “અમદાવાદ જોબ મેળો એ ફ્રેશ ગ્રેજ્યુએટસની ઉદ્યોગોની આકરી જરૂરિયાત મુજબ મેળ બેસાડવાનો પ્રયાસ છે. જોબ માર્કેટમાં હવે કામ કરવાની સુગમતા અને સખત પરિશ્રમને કારણે  ફ્રેશ ગ્રેજ્યુએટસની હાલમાં માંગ છે. તે સોફટ સ્કીલ, આઈટી સાક્ષરતા અને ઉત્તમ કાર્ય પ્રણાલીની દ્રષ્ટીએ પણ બહેતર રીતે સજજ છે. વર્તમાન શિક્ષણ પ્રણાલી સતત ઉદ્યોગોની ગતિવિધીથી માહિતગાર બનાવે છે, આને કારણે તેમની નોકરીની પાત્રતા વધે છે. અમદાવાદ જોબ મેળામાં રજીસ્ટ્રેશન કરાવનાર ફ્રેશર્સને વિવિધ પ્રોફાઈલ અને સ્કીલ-સેટમાંથી પસંદગીની તક મળશે.” 

કોર્પોરેટ જગત  પોતાની વિવિધ રેંકની પસંદગી માટે ફ્રેશ ગ્રેજ્યુએટસ તરફ નજર માંડતી હોય છે કારણ કે યુવાન હોય છે ને તેમને ચોકકસ વર્ક કલ્ચર મુજબ તૈયાર કરવાનું આસાન હોય છે. આજે ફ્રેશ ગ્રેજ્યુએટસ તાલિમ અને જોડણમાં ખૂબ ઓછો સમય લાગતો હોય છે. કંપનીઓને પણ પોતાની જરૂરિયાત મુજબ તેમના કૌશલ્ય અને ક્ષમતાને સતેજ કરવાનો સમય મળે છે. અમીરાજ ખાતેનો અમારો સ્પેશ્યલ સેલ ઉદ્યોગ સાથે સતત સંપર્કમાં હોય છે  અને આ બાબતો અમારા પ્રયાસો અને અભ્યાસક્રમને વધુ સુસંગત બનાવે છે. અમદાવાદ જોબ મેળા 2019 એ કોર્પોરેટ જગત માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનુ સંપર્ક સ્થાન બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news