ZeeInvestigationExclusive: વિકાસ દુબેના ઘરમાં બનાવાયું હતું બંકર, દિવાલમાં છુપાવ્યા હતા હથિયાર

કાનપુર એન્કાઉન્ટરને લઇને ZEE NEWS પર પોલીસે મોટો ખુલાસો કર્યો છે. IG કાનપુર મોહિત અગ્રવાલે કહ્યું કે, વિકાસ દુબેના ઘરની દિવાલમાં હથિયાર છુપાવી રાખવામાં આવ્યા હતા.

ZeeInvestigationExclusive: વિકાસ દુબેના ઘરમાં બનાવાયું હતું બંકર, દિવાલમાં છુપાવ્યા હતા હથિયાર

નવી દિલ્હી: કાનપુર એન્કાઉન્ટરને લઇને ZEE NEWS પર પોલીસે મોટો ખુલાસો કર્યો છે. IG કાનપુર મોહિત અગ્રવાલે કહ્યું કે, વિકાસ દુબેના ઘરની દિવાલમાં હથિયાર છુપાવી રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, વિકાસના મામલે સ્ટેશન કક્ષાએ ક્ષતિ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે, આરોપીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આ મામલે પોલીસ કર્મચારી સંડોવાયેલ હશે તો તેને નોકરીથી કાઢી મુકવામાં આવશે અને તેના પર હત્યાનો કેસ નોંધવામાં આવશે.

કાનપુરમાં પોલીસ પર થયેલા હુમલામાં મોટો ખુલાસો કરતા કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે કહ્યું કે વિકાસ દુબેના મકાનમાં બંકર બનાવવામાં આવ્યુ હતું અને ઘરની દિવાલમાં હથિયાર છુપાયેલા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 21 ગુનેગારોની ઓળખ થઈ ચુકી છે. પોલીસ ઉપર હુમલો કરનારા બે ગુનેગારો માર્યા ગયા છે.

આઈજીએ કહ્યું કે, આજે પણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. તમામ ફરાર ગુનેગારો પર ઈનામ જાહેર કરાયું છે. ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ગુનેગારોની શોધમાં પોલીસની ઘણી ટીમો બનાવવામાં આવી છે.

કાનપુર રેન્જના આઈજીએ જણાવ્યું હતું કે, વિકાસ દુબને પહેલાથી જ દરોડાની જાણકારી હતી. કોણે માહિતી આપી તેની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત તમામ પોલીસકર્મીઓને રડાર પર મુકવામાં આવ્યા છે. જો પોલીસ કર્મચારી આ કેસમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળે છે, તો તેને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને તેની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે.

કાનપુર એન્કાઉન્ટર પર 5 મોટી વાતો

1- મુખ્ય આરોપી વિકાસ દુબેના ભાગીદાર દયાશંકરનો દાવો, પોલીસ દરોડા પહેલા વિકાસ દુબેને પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો હતો
2- પોલીસ સ્ટેશનનો કોલ આવ્યા બાદ વિકાસે 25-30 બદમાશોને ફોન કર્યો હતો.
3- વિકાસ દુબેના મામા અને મિત્રની સાથેના બીજા એન્કાઉન્ટરથી બચ્યાં કાનપુરના એસએસપી
4- કાનપુરના આઈજી મોહિત અગ્રવાલના માથાની નજીકથી પણ ઘણી ગોળી નીકળી
5- કાનપુરના શિવલી વીજળી સબ સ્ટેશનના ઓપરેટરનો ખુલાસો, વિકાસ દુબેના ગામમાં વીજળી કાપવાનો કોલ આવ્યો હતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news