YouTube જોઇ પહેલાં સગીરાએ બાળકને જન્મ આપ્યો અને બાદમાં કરી દીધી નવજાતની હત્યા!

આ દુખભરી કહાની 17 વર્ષીય સગીરાની છે. તે ઈન્દોરના બાલિકા આશ્રમમા રહે છે. તેનું મગજ માત્ર દોઢ-બે વર્ષના બાળક જેવું છે. દુનિયાથી એકદમ અજાણ. તે ગર્ભવતી છે. તે ન તો કોઈને પોતાની પીડા જણાવી શકે છે ન તો કોઈને આપવીતી. કોણે તેની સાથે બળજબરી કરી?

YouTube જોઇ પહેલાં સગીરાએ બાળકને જન્મ આપ્યો અને બાદમાં કરી દીધી નવજાતની હત્યા!

નવી દિલ્હીઃ નાગપુરના અંબાજરીમાં એક પ્રેગનેન્ટ સગીરાએ યુ ટ્યુબ પર વીડિયો જોઈને પોતે જ પોતાની ડિલીવરી કરી હતી. આ બાબતની કોઈને ખબર ન પડે તે માટે જન્મેલી નવજાત બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. 15 વર્ષની સગીરાએ નવજાતની લાશને પોતાના જ ઘરમાં એક બોક્સમાં છુપાવીને રાખી હતી. આ ઘટના 2 માર્ચની છે, પણ આ અંગેની જાણકારી રવિવારે મળી હતી, જ્યારે સગીરાની માતા ઘરે આવી હતી. સગીરાએ તેની માતાને સમગ્ર વાત જણાવી હતી. તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. આ તરફ નવજાતની લાશને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મેકલી આપી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સગીરા સામે હત્યાનો કેસ નોંધવામાં આવશે.

સોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યો-
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે જે છોકરાએ તેનું યૌનશોષણ કર્યું છે, તે તેને સોશિયલ મીડિયા દ્વારા મુલાકાત થઈ હતી. પ્રેગન્નટ હોવાની ખબર પડતા સગીરાએ આ વાત પરિવારજનોને જણાવી નહોતી. તેણે આ વાત છુપાવી રાખી હતી. એટલું જ નહીં જ્યારે તેની માતાએ વધેલા પેટ બાબતે પુછ્યું તે તેણે હેલ્થ બાબતની સમસ્યા હોવાનું જણાવી દીધું હતું.

આશ્રમની છોકરી પ્રેગનેન્ટ કેવી રીતે થઈ...
આ દુખભરી કહાની 17 વર્ષીય સગીરાની છે. તે ઈન્દોરના બાલિકા આશ્રમમા રહે છે. તેનું મગજ માત્ર દોઢ-બે વર્ષના બાળક જેવું છે. દુનિયાથી એકદમ અજાણ. તે ગર્ભવતી છે. તે ન તો કોઈને પોતાની પીડા જણાવી શકે છે ન તો કોઈને આપવીતી. કોણે તેની સાથે બળજબરી કરી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news