મહારાષ્ટ્રમાં 'યોગી vs ભોગી' યુપીના સીએમની થઈ રહી છે પ્રશંસા, ઉદ્ધવના નિર્ણયથી નારાજ લોકો!

Loudspeaker Row: મનસે પ્રમુખ રાજ ઠાકરેના ટ્વીટ બાદ હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડવણીએ વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે. 

મહારાષ્ટ્રમાં 'યોગી vs ભોગી' યુપીના સીએમની થઈ રહી છે પ્રશંસા, ઉદ્ધવના નિર્ણયથી નારાજ લોકો!

મુંબઈઃ મનસે પ્રમુખ રાજ ઠાકરેના ટ્વીટ બાદ હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ ટકાક્ષ કરતા યોગી આદિત્યનાથને અસલી યોગી અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભોગી ગણાવતું ટ્વીટ કર્યું છે. 

અમૃતા ફડણવીસે ટ્વીટ કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે, 'એ ભોગી, કંઈ તો શીખો અમારા યોગી' પાસેથી. અહીં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે. 

રાજ ઠાકરેએ કરી હતી યુપીના મુખ્યમંત્રીની પ્રશંસા
મહત્વનું છે કે આ પહેલાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ટ્વીટ કરતા મરાઠી અને અંગ્રેજીમાં લખ્યું, 'ધાર્મિક સ્થળો ખાસ કરીને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાને લઈને હું યોગી સરકારને દિલથી અભિનંદન આપુ છું. દુર્ભાગ્યથી મહારાષ્ટ્રમાં કોઈ યોગી નથી, અમારી પાસે ભોગી છે. હું ઈશ્વરને સદ્બુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરુ છું.'

— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) April 28, 2022

ઠાકરેએ શરૂ કર્યો લાઉડસ્પીકર વિવાદ
ઉલ્લેખનીય છે કે દેશમાં લાઉડસ્પીકર વિવાદની શરૂઆત રાજ ઠાકરેએ કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવાનું કહ્યુ હતું અને તે માટે 3 મે સુધીનો સમય આપ્યો હતો. મહારાષ્ટ્રથી શરૂ થયેલો આ વિવાદ દેશમાં પહોંચ્યો અને યુપીમાં તો અઝાનના જવાબમાં હનુમાન ચાલીસાના પાઠ લાઉડસ્પીકર પર કરવામાં આવ્યા.

યુપી સીએમે નક્કી કર્યા માપદંડ
ત્યારબાદ મુખ્યમંત્રી યોગીના આદેશ પર ઉત્તરપ્રદેશમાં ધર્મસ્થળો પર બિનજરૂરી રૂપથી વાગતા લાઉડસ્પીકરોને હટાવવામાં આવી રહ્યાં છે. નક્કી માપદંડોનું ઉલ્લંઘન કરનાર કુલ 10923 ગેરકાયદેસર લાઉડસ્પીકરોને બુધવારે સાંજ સુધી હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન 35221 લાઉડસ્પીકરોનો અવાજ નક્કી માપંદડો અનુસાર ઓછો કરાવવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news