યોગી સરકારે ગૌ હત્યા વિરુદ્ધ પસાર કર્યો મજબૂત કાયદો, જાણો વિગત

યૂપી સરકારના સંસદીય કાર્ય મંત્રી સુરેન્દ્ર ખન્નાએ જણાવ્યું કે, યોગી સરકારે ગૌ-વધ નિવારણ સંશોધન બિલ 2020 પાસ કર્યું છે. આ કાયદાથી યૂપીમાં ગોહત્યાની વિરુદ્ધ કડક કાયદો પસાર થઈ ગયો છે. 
 

યોગી સરકારે ગૌ હત્યા વિરુદ્ધ પસાર કર્યો મજબૂત કાયદો, જાણો વિગત

લખનઉઃ યોગી સરકારે ગૌ હત્યા વિરુદ્ધ નવો અને મજબૂત કાયદો પાસ કર્યો છે. હવે જે પણ લોકો ગૌ હત્યાના આરોપમાં પકડાશે તો તેને 3થી 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે. ગૌ હત્યા કરનારની સંપત્તિ પણ જપ્ત થશે અને તોફાની તત્વોની જેમ તેની ઓળખના પોસ્ટર પણ લાગશે. આ સંબંદમાં યૂપી સરકારના સંસદીય કાર્ય મંત્રી સુરેન્દ્ર ખન્નાએ જણાવ્યું કે, યોગી સરકારે ગૌ-વધ નિવારણ સંશોધન બિલ 2020 પાસ કર્યું છે. આ કાયદાથી યૂપીમાં ગોહત્યાની વિરુદ્ધ કડક કાયદો પસાર થઈ ગયો છે. 

યૂપીમાં હવે ગૌ હત્યાનો ગુનો બિનજામીનપાત્ર હશે. નવા કાયદામાં ગૌહત્યા પર 3થી 10 વર્ષની જેલ અને 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે. ગૌવંશના અંગને ભંગ કરવા પર 7 વર્ષની જેલ અને 3 લાખનો દંડ ફટકારવામાં આવશે. પ્રથમ વાર ગૌ હત્યાનો આરોપ સાબિત થવા પર 3થી 10 વર્ષની સજાની જોગવાઈ છે. 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. બીજીવાર ગૌ હત્યાનો આરોપ સાબિત થવા પર સજા અને દંડ બમણો થશે. ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી અને સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

કોંગ્રેસમાં પરિવર્તનઃ CWCની બેઠક આજે, 'અંતરિમ અધ્યક્ષ' પર દાવ રમવાની તૈયારી  

આ સિવાય યોગી સરકારે હવે ગૌ તસ્કરી સાથે જોડાયેલા ગુનેગારોના જાહેરમાં પોસ્ટર લગાવશે. ગૌ તસ્કરીમાં સામેલ ગાડીઓ, ડ્રાઇવર, ઓપરેટર અને માલિકને પણ આ કાયદા હેઠળ આરોપી બનાવી શકાશે અને તસ્કરો દ્વારા છોડાવવામાં આવેલી ગાયોના ભરણ પોષણનો એક વર્ષનો ખર્ચ પણ આરોપીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news