જો SC સબરીમાલા અંગે ચુકાદો આપી શકે તો, રામ મંદિર મુદ્દે પણ આપે: યોગી
યોગી આદિત્યનાથે કહ્યું કે, રામ જન્મભૂમિનો મુદ્દો રાજનીતિક નથી પરંતુ આ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો મુદ્દો છે
Trending Photos
નવી દિલ્હી : રામ મંદિર નિર્માણ મુદ્દે સતત સામે આવી રહેલા નિવેદનો બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વહેતી ગંગામાં હાથ ધોવાનું યોગ્ય માન્યું છે. મુખ્યમંત્રી યોગીએ શનિવારે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમ બાદ કહ્યું કે કોઇની સાથે ભેદભાવ ન થવો જોઇએ. જો સુપ્રીમ કોર્ટ સબરીમાલા મંદિર પર પોતાનો ચુકાદો આપી શકે છે તો અમે અપીલ કરીએ છીએ કે રામ મંદિર અંગે પણ ચુકાદો આપે. અમે અપીલ કરીએ છીએ કે રામ મંદિર અંગે ઝડપી ચુકાદો આવે. રામ જન્મભુમિ વિવાદ રાજનીતિક નહી પરંતુ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો મુદ્દો છે.
યોગી આદિત્યનાથ 20 ઓક્ટોબરે પણ ઇશારામાં રામ મંદિર નિર્માણ મુદ્દે તૈયારીઓ ચાલુ કરવાની વાત કરી હતી. ગોરખપુરમાં આવેલ ગોરખનાથ મંદિરથી નિકળેલી ભવ્ય વિજય શોભાયાત્રા દરમિયાન મુખ્યમંત્રીએ મંચ પર લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, રામલીલાની ભવ્યતા સાથે સાથે સમાજના આ ભવ્ય મંદિરને પણ તે સ્વરૂપે બનાવવાની તૈયારી આપણે કરવી જોઇએ જે પ્રકારે ભવ્ય મંદિરના સ્વરૂપમાં રામલીલાનું આયોજન અમે કરીએ છીએ।
આડકતરી રીતે યોગીએ પોતાની મંશા વ્યક્ત કરી
વિજય શોભાયાત્રા દરમિયાન એક મંચ પરથી બોલતા યોગીએ ઇશારામાં જ ભવ્ય રામ મંદિર નિર્માણ મુદ્દે પોતાની મંશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની લીલાઓને જોતા અમે તેના આદર્શોને પોતાનાં જીવનમાં ઉતારીએ. રામલીલાની ભવ્યતા સાથે સાથે સમાજના આ ભવ્ય મંદિરને પણ તે સ્વરૂપમાં બનાવવાની તૈયારી આપણે કરવી જોઇએ. જે પ્રકારે ભવ્ય મંદિર સ્વરૂપે રામ લીલાઓનું આયોજન આપણે કરીએ છીછે. તેમણે કહ્યું કે, આપણે રામ મંદિર નિર્માણની તૈયારીઓ ચાલુ કરવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે