CM Yogi Cabinet Portfolio Distribution: મુખ્યમંત્રી યોગીએ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીએ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. બ્રજેશ પાઠકને સ્વાસ્થ્ય અને ચિકિત્સા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે સ્વતંત્ર દેવ સિંહને જલ શક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે. 
 

CM Yogi Cabinet Portfolio Distribution: મુખ્યમંત્રી યોગીએ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. બ્રજેશ પાઠલને સ્વાસ્થ્ય અને ચિકિત્સા મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે સ્વતંત્ર દેવ સિંહને જલ શક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે. ચૌધરી લક્ષ્મી નારાયણને શેરડી વિકાસ મંત્રીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ સિવાય બેબી રાની મૌર્યને મહિલા કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. યુપી ચૂંટણીના થોડા મહિના પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને લોક નિર્માણ વિભાગ આપવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભરતી, કર્મચારી, ગૃહ, તકેદારી, હાઉસિંગ અને શહેરી આયોજન, મહેસૂલ, ખાદ્ય અને લોજિસ્ટિક્સ, નાગરિક પુરવઠો, ખાદ્ય સુરક્ષા અને ઔષધ વહીવટ, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ, અર્થ અને સંખ્યાઓ, રાજ્ય કર અને નોંધણી, સામાન્ય વહીવટ, સચિવાલય વહીવટ, માહિતી એન્ક્રિપ્ટ , ચૂંટણી, સંસ્થાકીય નાણા, આયોજન, રાજ્ય સંપત્તિ, ઉત્તર પ્રદેશ પુનઃરચના સંકલન, વહીવટી સુધારણા, કાર્યક્રમ અમલીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભાષા, વંચિત સહાય અને પુનર્વસવાટ, જાહેર સેવા વ્યવસ્થાપન, ભાડા નિયંત્રણ, પ્રોટોકોલ, સૈનિક કલ્યાણ અને પ્રાંતીય ગાર્ડ, ન્યાય અને કાયદાકીય બાબતો જેવા વિભાગ પોતાની પાસે રાખ્યા છે. 

UP CM Yogi Adityanath to oversee 25 depts including Home, Language,Admin reforms pic.twitter.com/Je7GhfuOSA

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news