મહિલાઓ સાથે મારામારીના આરોપમાં યોગ ગુરૂ સ્વામી આનંદ ગિરિની સિડનીમાં ધરપકડ
વર્ષ 2016માં એક સત્સંગ કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓ સાથે મારામારી અને અશ્લીલ વ્યવહારનો તેમના પર આરોપ લગાવાયો છે, આ બંને મહિલાઓએ યોગ ગુરૂ આનંદ ગિરિ સામે ફરિયાદ નોંધાવી હતી
Trending Photos
નવી દિલ્હીઃ પ્રયાગરાજના નિરંજની અખાડા સાથે સંકળાયેલા સંત અને યોગ ગુરૂ સ્વામી આનંદ ગિરિની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર વર્ષ 2016માં એક સત્સંગ કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓ સાથે મારામારી અને અશ્લીલ વ્યવહારનો તેમના પર આરોપ છે. ફોન પર થયેલી વાતચીતમાં આનંદ ગિરિના ગુરૂ મંત નરેન્દ્ર ગિરિએ તેમની ધરપકડ થયાની વાતને સમર્થન આપ્યું છે.
આનંદ ગિરિની રવિવારે બપોરે 12.35 કલાકે ધરપકડ કરવામાં આવી છે. હાલ, આનંદ ગિરિને 26 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે આનંદગિરિએ જણાવ્યું કે, ઘટના મારામારીની કે અશ્લિલ વ્યવહારની નથી, પરંતુ પીઠ થપથપાવીને આશિર્વાદ આપવાની વાત છે. વિદેશી મહિલાઓએ તેનો ખોટો અર્થ લીધો છે અને મારામારીનો આરોપ લગાવ્યો છે.
ઈન્ટરનેશનલ યોગ ગુરૂ તરીકે પ્રખ્યાત છે
સ્વામી આનંદ ગિરિ પ્રયાગરાજના સુતેલા હુમાન મંદિરના નાના મહંત અને નિરંજન અખાડના પદાધિકારી છે. યોગ ગુરૂ સ્વામી આનંદ ગિરિ ઈન્ટરનેશનલ યોગ ગુરૂ તરીકે પ્રખ્યાત છે. તેઓ કથા કરવા અને ધાર્મિક જ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે હોંગકોંગ, લંડન, સાઉથ આફ્રિકા, પેરિસ અને મેલબોર્ન સહિત 30 દેશની યાત્રા કરી ચૂક્યા છે.
કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ અને સિડની જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તેમણે લેક્ચર પણ આપ્યા છે. આનંદગિરી બીએચયુમાંથી ગ્રેજ્યુએટ છે અને યોગમાં પીએચડી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે