Yogi on Akhilesh: અખિલેશની માનસિકતા તાલિબાની, જિન્ના સાથે પટેલની સરખામણી શરમજનક

ગત સરકારોમાં બેઠેલા લોકો સમાજના ભાગલા પાડવામાં રચ્યા પચ્યા રહેતા હતા. તેમની વિભાજનની પ્રવૃતિ હજુ સુધી ગઈ નથી. ગઈકાલે (રવિવારે) મેં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષની વાતો સાંભળી રહ્યો હતો. તેઓ આ રાષ્ટ્રને જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલની તુલના જિન્ના સાથે કરી રહ્યા હતા.

Yogi on Akhilesh: અખિલેશની માનસિકતા તાલિબાની, જિન્ના સાથે પટેલની સરખામણી શરમજનક

નવી દિલ્હી: મુરાદાબાદમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થિઓના કાર્યક્રમમાં સીએમ યોગી અખિલેશ યાદવ પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું કે જિન્ના સાથે સરદાર પટેલની તુલના કરવી શરમજનક છે. આ તાલિબાની માનસિકતા છે. દેશની જનતા તેણે ક્યારેય સાંખી નહીં લે. જનતાએ વિભાજનકારી વિચારસરણીને નકારી છે. અખિલેશ યાદવે જનતાની માફી માંગવી જોઈએ.

યોગીએ અખિલેશના નિવેદન પર નિશાન સાંધતા જણાવ્યું છે કે, ગત સરકારોમાં બેઠેલા લોકો સમાજના ભાગલા પાડવામાં રચ્યા પચ્યા રહેતા હતા. તેમની વિભાજનની પ્રવૃતિ હજુ સુધી ગઈ નથી. ગઈકાલે (રવિવારે) મેં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષની વાતો સાંભળી રહ્યો હતો. તેઓ આ રાષ્ટ્રને જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલની તુલના જિન્ના સાથે કરી રહ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન અત્યંત શર્મનાક છે. સરદાર વલ્લભાઈ પટેલ ભારતની એકતા અને અખંડતાના શિલ્પી છે. પરંતુ ગઈકાલે સપા પ્રમુખની વિભાજનકારી માનસિકતા સમગ્ર જનતાની સામે આવી ગઈ છે. જ્યાં તેમણે જિન્નાને સમકક્ષ રાખીને સરદાર વલ્લભભાઈ પટેલની તુલના કરી'.

— ANI UP (@ANINewsUP) October 31, 2021

શું કહ્યું હતું અખિલેશ યાદવે?
અખિલેશ યાદવે ચૂંટણી સભા દરમિયાન જણાવ્યું કે, મહાત્મા ગાંધીની સાથે જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ અને જિન્ના એક જ સંસ્થાનથી બેરિસ્ટર બનીને નીકળ્યા હતા. સાથે સાથે મોટો સંઘર્ષ પણ કર્યો, ક્યારેય પાછીપાની કરી નથી. દેશને આઝાદી અપાવી, તેમનો વિચાર એક જ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news