મુસ્લિમ દેશમાં છે ભગવાન વિષ્ણુની સૌથી ઊંચી પ્રતિમા, રોજ થાય છે પૂજા, જાણો શું છે કારણ

Worlds Tallest Statue: દુનિયાભરમાંથી 12.7 ટકા મુસ્લિમ લોકો ઇન્ડોનેશિયામાં વસતા હોવાનું માનવામાં આવે છે. જો કે, ઇન્ડોશિયામાં વસવાટ કરતી 90 ટકા હિન્દુ વસ્તી બાલીમાં રહે છે. બાલીમાં લગભગ દરેક સ્ટ્રીટમાં હિન્દુ દેવી દેવતાનું મંદિર જોવા મળે છે.

મુસ્લિમ દેશમાં છે ભગવાન વિષ્ણુની સૌથી ઊંચી પ્રતિમા, રોજ થાય છે પૂજા, જાણો શું છે કારણ

lord vishnu statue in indonesia: હિન્દુ ધર્મમાં ભગવાનનું ખુબ જ મહત્વ છે. જેથી અનેક સ્થળે ભગવાનની વિશાળકાય મૂર્તિ બનાવવામાં આવી છે. પરંતુ મુસ્લિમ દેશમાં પણ ભગવાનની મૂર્તિઓ છે. જેના પાછળ ખુબ ચોંકવાનાર રહસ્ય છુપાયેલ છે. શું તમે જાણો છો કે, દુનિયામાં સૌથી મોટી ભગવાન વિષ્ણુની મૂર્તિ ક્યા છે. મોટાભાગના લોકોનો જવાબ ભારત હશે, પરંતુ તે જવાબ બિલકુલ ખોટો છે. તમને જણાવી જ દઇએ કે, ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ ઇન્ડોનેશિયાના બાલીમાં છે. બાલી શહેરનું સૌથી મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. અહીં દર વર્ષે લગભગ 2 કરોડ લોકો આ ટાપૂ પર ફરવા માટે આવે છે.

હિન્દૂ ધર્મમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રત્ય લોકોને ખાસ આસ્થા હોય છે.જેમાં ભગવાન વિષ્ણુને પાલનકર્તા માનવામાં આવે છે.હિન્દૂઓમાં ખાસ કરીને શૈવ, વૈષ્ણવ અને શક્તિના ઉપાસકો જોવા મળે છે.જેમાં વૈષ્ણવ ઉપાસક સાત્વિક જીવન જીવતા હોય છે.પરંતુ શું તમને એ ખબર છે ભગવાન વિષ્ણુની સૌથી મોટી પ્રતિમા ક્યાં છે.ક્યાં દેશમાં બનેલી છે.તો આવો જાણીએ ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ વિશે.

દુનિયાભરમાંથી 12.7 ટકા મુસ્લિમ લોકો ઇન્ડોનેશિયામાં વસતા હોવાનું માનવામાં આવે છે. જો કે, ઇન્ડોશિયામાં વસવાટ કરતી 90 ટકા હિન્દુ વસ્તી બાલીમાં રહે છે. બાલીમાં લગભગ દરેક સ્ટ્રીટમાં હિન્દુ દેવી દેવતાનું મંદિર જોવા મળે છે.

જે મુસ્લિમ દેશમાં ભગવાની વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ છે તેનું નામ છે ઈન્ડોનેશિયા. ઈન્ડોનેશિયામાં સૌથી વધુ વસ્તી મુસ્લિમોની જ છે. અને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પણ ઈન્ડોનેશિયા જ છે. પરંતુ ઈન્ડોનેશિયાના કણ કણમાં હિન્દુસ્તાન વસે છે. એટલે આ દેશની એરલાયન્સનું નામ પણ ગરુણા એયરલાયન્સ છે. ગરુડ એટલે કે ભગવાન વિષ્ણુની સવારી. અહીના બાલી બીચ પર ભગવાન વિષ્ણુની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે.

આ મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ ગરુડાના નામે પણ જગવિખ્યાત છે. આ મૂર્તિ એટલી ઊંચી છે કે તમે જોઈને ચક્કર ખાઈ જશો.જેને બનાવવામાં અરબો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.ભગવાન વિષ્ણુની આ મૂર્તિને તાંબા અને પીતળથી બનાવવામાં આવી છે.

ભગવાન વિષ્ણુની આ મૂર્તિ લગભગ 122 ફૂટ ઊંચી અને 64 ફૂટ પહોળી છે.આ મૂર્તિને બનાવવામાં બે-ચાર વર્ષ નહીં પણ 24 વર્ષનો સમય લાગ્યા છે.વર્ષ 2018માં આ મૂર્તિ બનીને તૈયાર થઈ છે.જેના દર્શન કરવા હવે દુનિયાભરમાંથી લોકો આવે છે.

ભગવાન વિષ્ણુની આ મૂર્તિ બનાવવાની શરૂઆત વર્ષ 1994માં થઈ હતી.જો કે બજેટ ઓછું હોવાથી વર્ષ 2007થી 2013 સુધી મૂર્તિનું કામ બંધ રહ્યું હતું.પરંતુ ત્યાર બાદ મૂર્તિનું કામ ફરી શરૂ થયું તો પુરા થવા સુધી અટક્યું નહીં.બાલી દ્રીપમાં સ્થાપિત આ વિશાળકાય મૂર્તિને મૂર્તિકાર બપ્પા નુઆર્તાએ બનાવી છે.જેમને ભારત સરકાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત પણ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news