World Theatre Day 2022: આજે ઉજવવામાં આવે છે વિશ્વ રંગમંચ દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ
મનોરંજનની દ્રષ્ટિએ વિશ્વ રંગમંચ દિવસ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે 27 માર્ચના દિવસે વિશ્વ રંગમંચ દિવસનું આયોજન કરવામાં આવે છે. આખા વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે વર્ષ 1961માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાએ આ દિવસે પાયો નાખ્યો હતો.
Trending Photos
World Theatre Day 2022: મનોરંજનની દ્રષ્ટિએ વિશ્વ રંગમંચ દિવસ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે 27 માર્ચના દિવસે વિશ્વ રંગમંચ દિવસનું આયોજન કરવામાં આવે છે. આખા વિશ્વમાં રંગમંચને પોતાની અલગ ઓળખ અપાવવા માટે વર્ષ 1961માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાએ આ દિવસે પાયો નાખ્યો હતો. આ દિવસ દુનિયાના ઘણા દેશોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રંગમંચ થિયેટર સાથે જોડાયેલા કલાકાર ઘણા પ્રકારનું આયોજન કરે છે.
થિયેટર પ્રત્યે જાગૃતતા માટે થાય છે આયોજન
જોકે સિનેમા જગતના મનોરંજન ક્ષેત્રમાં આધિપત્ય જમાવતાં પહેલાં રંગમંચ અથવા થિયેટર જ લોકો માટે એકમાત્ર મનોરંજનનું સાધન હતું. તો બીજી તરફ સિનેમા સાથે જ થિયેટરના પ્રત્યે લોકોમાં જાગૃતતત અને રૂચિ પેદા કરવા માટે દર વર્ષે વિશ્વ રંગમંચ દિવસનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વ રંગમંચ દિવસનો ઇતિહાસ
હાલ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટે વર્ષ 1961 માં વિશ્વ રંગમંચ દિવસને ઉજવવાની શરૂઆત કરી હતી. તેના માટે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ તરફથી એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. જેમાં દુનિયાભરમાંથી એક રંગમંચના કલાકારની પસંદગી કરવામાં આવે છે, જે વિશ્વ રંગમંચ દિવસના દિવસે એક ખાસ સંદેશને બધા સમક્ષ રાખે છે. આ સંદેશને લગભગ 50 ભાષાઓમાં અનુવાદ કરીને દુનિયાભરના સમાચારપત્રો છાપે છે.
ભારતીય રંગમંચકર્મી ગિરીશ કર્નાડને મળી હતી તક
તમને જણાવી દઈએ કે 1962માં ફ્રાન્સના જીન કોક્ટેએ વર્લ્ડ થિયેટર ડેના દિવસે દુનિયાની સામે પોતાનો સંદેશ મૂક્યો હતો. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો વર્ષ 2002માં પ્રખ્યાત ભારતીય થિયેટર કલાકાર ગિરીશ કર્નાડને આ તક મળી હતી. એવું કહેવાય છે કે વિશ્વનું પ્રથમ નાટકનું મંચન પાંચમી સદીની શરૂઆતમાં એથેન્સમાં થયું હતું. આ નાટક મંચન એથેન્સના એક્રોપોલિસના થિયેટર ઓફ ડાયોનિસસના થિયેટરમાં કરવામાં આવ્યું હતું.
હાલ ભારતમાં રંગમંચને પસંદ કરનાર લોકો દર વર્ષે ઘણા શહેરોમાં નાટકોનું મંચન કરે છે. તો બીજી તરફ આજે પણ ઘણા શહેરોમાં સમાજના કુરિવાજોને સમાજ સામે લાવવા માટે નાટકનું મંચન કરવામાં આવે છે. જેમાં આજે પણ ઘણી કોલેજો અને વિશ્વ વિદ્યાલયોના વિદ્યાર્થી સામાજિક મુદ્દા પર નુક્કડ નાટકનું મંચન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે