World NGO Day 2023: આજે વિશ્વ એનજીઓ દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ, કેમ થાય છે ઉજવણી
World NGO Day 2023: એનજીઓનો અર્થ બિન સરકારી સંગઠન થાય છે. એનજીઓ એક એવું સંગઠન હોય છે જે સરકાર અને વ્યવસાયી લાભ માટે કામ કરતું નથી પરંતુ જનસેવા જ તેનો મુખ્ય હેતુ હોય છે. ગરીબ અને બેસહારા લોકોનું દુ:ખ દર્દ સમજવું, જરૂરિયાતવાળાઓને મદદ કરવી અને તેમનો સહારો બનવું એ જ એનજીઓનું કાર્ય હોય છે.
Trending Photos
World NGO Day 2023: આજે વિશ્વ એનજીઓ દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાભરમાં દર વર્ષે 27 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ એનજીઓ દિવસ તરીકે ઉજવાય છે. દુનિયાના લગભગ 89થી વધુ દેશ અને 6 મહાદ્વિપ આ દિવસને પોત પોતાના સ્તર પર ઉજવે છે. એનજીઓનો અર્થ બિન સરકારી સંગઠન થાય છે. એનજીઓ એક એવું સંગઠન હોય છે જે સરકાર અને વ્યવસાયી લાભ માટે કામ કરતું નથી પરંતુ જનસેવા જ તેનો મુખ્ય હેતુ હોય છે. ગરીબ બેસહારા લોકોના દુખને સમજવું, જરૂરિયાતવાળાઓની મદદ કરવી અને તેમનો સહારો બનવું એ જ એનજીઓનું કાર્ય હોય છે. એનજીઓના બિન લાભ સંગઠન પણ હોય છે. આ દિવસને ઉજવવા પાછળનો હેતુ એ હોય છે કે એનજીઓ પ્રત્યે જરૂરિયાતોની જાગૃતતા વધારવી અને એનજીઓના કાર્યોને પ્રોત્સાહિત કરવાનું છે. પરંતુ શું તમને ખબર છે કે એનજીઓ દિવસ કેમ અને ક્યારે ઉજવવાની શરૂઆત થઈ? જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ....
વિશ્વ એનજીઓ દિવસનો ઈતિહાસ
દર વર્ષે વિશ્વ એનજીઓ દિવસ 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. એનજીઓ દિવસ ઉજવવાની જાહેરાત બાલ્ટિક પૂર્વ રાજ્યોમાં બાલ્ટિક સી એનજીઓ ફોરમના પ્રતિનિધિએ વર્ષ 2010માં કરી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વિશ્વ એનજીઓ સપ્તાહ તરીકે ઉજવવાની જાહેરાત કરી. જો કે પહેલીવાર વિશ્વ એનજીઓ દિવસ 27 ફેબ્રુઆરી 2014ના રોજ ઉજવવામાં આવ્યો.
આ વખતની થીમ
પ્રતિવર્ષ એનજીઓ દિવસ ઉજવવા માટે એક થીમ નિર્ધારિત હોય છે. આ વર્ષ એનજીઓ દિવસ 2023ની થીમ "માનવ અધિકારોને આગળ વધારવા અને સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં બિન સરકારી સંગઠનોની ભૂમિકા અને પ્રભાવ" છે.
એનજીઓ દિવસનું મહત્વ
આ દિવસ ઉજવીને વિભિન્ન એનજીઓ દ્વારા કરાયેલા કાર્યો અને તેમના યોગદાનનો ઉત્સવ મનાવીએ છીએ. આ સાથે જ એનજીઓની અંદર વધુ સક્રિય રીતે સામેલ થવા માટે લોકોને પ્રેરિત કરવું અને ખાનગી તથા જાહેર ક્ષેત્રો વચ્ચે સહજીવનને પ્રોત્સાહિત કરવાનું છે. પર્યાવરણ, સામાજિક, અને માનવાધિકાર કાર્યોમાં સક્રિય રીતે એનજીઓની ભાગીદારી હોય છે. એનજીઓ સરકાર અને સામાન્ય જનતા વચ્ચે કડીનું કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે