UP: કોંગ્રેસની ઓફિસમાં મહિલા કાર્યકર સાથે મારપીટ, VIDEO વાયરલ થતા હડકંપ મચી ગયો
મહત્વની બેઠક ચાલુ હતી અને ત્યાં જ મહિલા કાર્યકરને માર માર્યો. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. યુપી કોંગ્રેસ અધ્યક્ષે આ ઘટનાની તપાસ માટે સમિતિ બનાવી જે 3 દિવસમાં રિપોર્ટ સોંપશે.
Trending Photos
દેવરિયા: કોંગ્રેસ ઓફિસમાં પાર્ટી કાર્યકરો વચ્ચે મારપીટનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસીઓ, મહિલા કાર્યકરની પીટાઈ કરી રહ્યા છે. મહિલા સાથે મારપીટની આ ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયાની છે. જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ સચિવ અને પૂર્વાંચલ સહપ્રભારી સચિન નાયક સામે જ મહિલા નેતાની પીટાઈ કરાઈ. આ વીડિયો 10 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે. આ મામલાને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ગંભીરતાથી લીધો છે અને હવે યુપી કોંગ્રેસ અધ્યક્ષે પણ આ ઘટનાની તપાસ માટે સમિતિ બનાવી છે. આ સમિતિ 3 દિવસમાં રિપોર્ટ આપશે.
એવું કહેવાય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને પૂર્વાંચલ સહપ્રભારી સચિન નાયક કોંગ્રેસી કાર્યકરો સાથે મીટિંગ કરી રહ્યા હતા ત્યારે તારા યાદવ નામની મહિલા કાર્યકરોની બેઠકમાં પહોંચી. તેમણે કોંગ્રેસ ઉમેદવાર મુકુંદ ભાસ્કર મણીને ટિકિટ આપવાનો વિરોધ કર્યો. તારા યાદવનું કહેવું હતું કે પાર્ટીએ ખોટા વ્યક્તિને ટિકિટ આપી છે. જે રેપિસ્ટ છે. તારા યાદવ કોઈ સ્વચ્છ ઈમેજવાળી વ્યક્તિને ટિકિટ આપવાની માગણી કરતા હતાં. આ વાતને લઈને મારપીટ શરૂ થઈ હતી.
How all these sick minded people come in politics..?? Will be taking cognizance. https://t.co/DOgoDb1fho
— Rekha Sharma (@sharmarekha) October 11, 2020
મહિલા આયોગે પણ ગંભીરતાથી લીધી નોંધ
આ ઘટના અંગે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ રેખા શર્માએ પણ ટ્વીટ કરી અને ગંભીરતાથી લેવાની વાત કરી. રેખા શર્માએ વીડિયો શેર કરતા કહ્યું કે માનસિક રીતે બીમાર લોકો કેવી રીતે રાજકારણમાં ચાલે? આ મામલાને ગંભીરતાથી લઈ રહી છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે