આ વર્ષે પાકિસ્તાને 3,200 વખત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 15 વર્ષમાં સૌથી વધુ તણાવ

આ વર્ષે સીઝફાયરના ઉલ્લંઘનની 3200 ઘટનાઓ થઈ છે, આ પાછલા બે વર્ષો દરમિયાન થયેલી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓથી પણ વધારે છે. 2018માં સીઝફાયર ઉલ્લંઘનની 1610 ઘટનાઓ નોંધાઈ, જ્યારે 2017મા 1000 ઘટનાઓ થઈ હતી. 
 

 આ વર્ષે પાકિસ્તાને 3,200 વખત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 15 વર્ષમાં સૌથી વધુ તણાવ

શ્રીનગરઃ ભારત-પાકિસ્તાન સેનાઓ વચ્ચે સતત ઝઘડાને કારણે લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર આ વર્ષે સીઝફાયરના ઉલ્લંઘનની ઘટનાઓ વધીને બમણી થઈ ગઈ છે. તેનાથી અડધી ઘટના 5 ઓગસ્ટ બાદ નોંધાઈ છે એટલે કે જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ. આર્ટિકલ 370 હટાવ્યાના નિર્ણય બાદથી સીઝફાયરના ઉલ્લંઘનની ઘટનાઓમાં ઉલ્લેખનીય વધારો થયો છે. 

આ વર્ષે સીઝફાયરના ઉલ્લંઘનની 3200 ઘટનાઓ થઈ છે, આ પાછલા બે વર્ષો દરમિયાન થયેલી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓથી પણ વધારે છે. 2018માં સીઝફાયર ઉલ્લંઘનની 1610 ઘટનાઓ નોંધાઈ, જ્યારે 2017મા 1000 ઘટનાઓ થઈ હતી. 

આ વર્ષે સીઝફાયરની 3200 ઘટનાઓમાંથી 1553 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી નોંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી લાઇન ઓફ કંટ્રોલ પર બંન્ને તરફથી ગોળીબારી થઈ રહી છે. પુંછ, અખનૂર, ઉરી, તંગધાર અને ગુરેજ જેવી જગ્યાઓ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. 

સેનાના સૂત્રએ હાલની સ્થિતિ વિશે કહ્યું, 'પાકિસ્તાન તરફથી સતત ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યાં-જ્યાં પ્રયાસ થયો છે, ત્યાં ત્યાં સંઘર્ષ વિરામનો ભંગ થયો અને ગોળીબારીની સાથે ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  બધી જગ્યાએ પેટર્ન સમાન છે.'

સૂત્રોનું કહેવું છે કે ટકરાવ જારી રહેવાની સંભાવના છે કારણ કે પાકિસ્તાન આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયત્ન કરશે. તેના પ્રમાણે, મુખ્ય વિસ્તારમાં હિંસા અને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી ઘટનામાં કમી આવી છે અને આતંકવાદી સંગઠનોમાં સ્થાનિક ભરતીમાં ઘટાડો થયો છે. 

વર્ષની શરૂઆતથી એલઓસી પર માહોલ તણાવપૂર્ણ રહ્યો હતો. ભારતીય વાયુ સેના દ્વારા બાલાકોટમાં એક આતંકી શિબિર પર એર સ્ટ્રાઇક બાદ સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વધી, પરંતુ આ સંખ્યા દર મહિને 300થી ઓછી હતી. 

ઓગસ્ટથી અત્યાર સુધી સીઝફાયર ઉલ્લંઘનની કેટલી ઘટના

ઓગસ્ટ - 307 ઘટનાઓ

સપ્ટેમ્બર - 292 ઘટનાઓ

ઓક્ટોબર - 351 ઘટનાઓ

નવેમ્બર - 304 ઘટનાઓ

અને અત્યાર સુધી ડિસેમ્બરમાં 300 ઘટનાઓ થઈ ચુકી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news