રાત્રે સૂસવાટાભર્યા પવનથી થઈ ઠંડીની શરૂઆત, આ વર્ષે લાંબો ચાલશે શિયાળો

રાત્રે સૂસવાટાભર્યા પવનથી થઈ ઠંડીની શરૂઆત, આ વર્ષે લાંબો ચાલશે શિયાળો
  • દેશના ઉત્તરી પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ ચોમાસાની ઔપચારિક વિદાય થઈ ગઈ છે. ત્યારે આ સાથે ઠંડીની મોસમ પણ શરૂ થઈ.
  • શરદીની મોસમ શરૂ થતા જ તેના સંકેતો પણ દેખાઈ રહ્યાં છે. હવામાન વિભાગના તજજ્ઞોનું માનવુ છે કે, 15 ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં ઘટાડો આવવા લાગશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત અને દેશના અનેક ભાગોમાંથી ચોમાસાની વિદાય લગભગ થઈ ગઈ છે. ત્યારે દેશના ઉત્તરી પહાડી અને મેદાની વિસ્તારોમાં પણ ચોમાસાની ઔપચારિક વિદાય થઈ ગઈ છે. ત્યારે આ સાથે ઠંડીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. જોકે હવામાન ખાતુ કહે છે કે, આ વર્ષે આકરી ઠંડી પડશે. તો ઠંડીની મોસમ (Winter season) પણ લાંબી બની રહેશે. સૂકી તેજ હવા અને સાફ આકાશથી સ્પષ્ટ દેખાય છે કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. 

ચોમાસાની વિદાય થતા જ આકાશમાંથી વાદળો છૂમંતર થઈ ગયા છે. તેનાથી દિવસે તડકો છતાં વાતાવરણમાં ભેજ અનુભવાય છે. પરંતુ રાત્રે તાપમાનમાં ઘટાડો આવે છે. શરદીની મોસમ શરૂ થતા જ તેના સંકેતો પણ દેખાઈ રહ્યાં છે. હવામાન વિભાગના તજજ્ઞોનું માનવુ છે કે, 15 ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં ઘટાડો આવવા લાગશે, જેનાથી ઠંડી આવવાની ઔપચારિક શરૂઆત થશે. 

ઠંડીની મોસમ લાંબી હશે
હવામાન વિભાગના એક્સપર્ટસનું કહેવું છે કે, હવાઓની દિશા બદલવા લાગી છે. ઉત્તરી દિશાઓમાં હવે ઉંચા દબાણની હવાઓની ગતિ વધી છે. ગત રાત્રે સૂકી હવાઓ ચાલી હતી. સ્કાયમેટ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, હાલના સમયે ‘લા નીના’ ની સ્થિતિ બની રહી છે. જેને પગલે શરદીની મોસમ લાંબી હોઈ શકે છે. તો ઠંડક પણ વધુ પડી શકે છે. આ જ કારણે ચોમાસામાં પણ સર્વત્ર ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે કે અલ નીનાની સ્થિતિમાં તેનાથી ઉલટુ હોય છે. 

ઠંડીનું જોર વધતુ જશે. 
પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક હિસ્સામાં રાત્રે તાપમાન ઘટવા માંડ્યું છે. આગામી બે સપ્તાહમાં 4 ડિગ્રી તાપમાન ઘટશે, દિવાળી સુધીમાં ઠંડી વધશે તેવું હવામાન એક્સપર્ટસ કહે છે કે દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે. આગામી બે સપ્તાહમાં 16-17 ડિગ્રી થઈ જશે. ત્યારપછી દરેક સપ્તાહે 1થી 2 ડિગ્રી ઘટતું જશે. ઓક્ટોબરના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તરમાં ભારે હિમવર્ષા થશે. આ રીતે દિવાળીની આસપાસ ઠંડી વધવાની શક્યતા છે. 

ગત વર્ષે 10 ઓક્ટોબરના રોજ ચોમાસાની વિદાય થઈ હતી. પરંતુ આ વર્ષે તેના કરતા પહેલા જ થઈ ગઈ છે. આવામાં ઠંડીની મોસમ આવવાની પણ શક્યતા હતી. હકીકતમાં દિલ્હીમાં ઓક્ટોબર મહિનામાં પરત ફરતા સમયે ચોમાસાની 40 થી 50 મિલીમીટર વરસાદ થાય છે. પરંતુ આ વર્ષે તેની શક્યતા જરા પણ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news