Coronavirus: શું બાળકોમાં લાંબા સમય સુધી રહેશે કોરોનાની અસર? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું...

કોરોના વાયરસ (Corona Virus) સંબંધિત તમામ પ્રશ્નો એવા છે કે સાચા જવાબ હજુ સુધી મળ્યા નથી. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન અને ચિંતા બાળકો વિશે છે. બાળકોના માતા-પિતાના મનમાં એક પ્રશ્ન ગુંજી રહ્યો છે કે શું બાળકો પર કોરોના વાયરસની અસર લાંબા સમય સુધી ટકી શકે?

Coronavirus: શું બાળકોમાં લાંબા સમય સુધી રહેશે કોરોનાની અસર? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું...

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) સંબંધિત તમામ પ્રશ્નો એવા છે કે સાચા જવાબ હજુ સુધી મળ્યા નથી. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન અને ચિંતા બાળકો વિશે છે. બાળકોના માતા-પિતાના મનમાં એક પ્રશ્ન ગુંજી રહ્યો છે કે શું બાળકો પર કોરોના વાયરસની અસર લાંબા સમય સુધી ટકી શકે? ઘણા નિષ્ણાતો (Expert) માને છે કે જો કોવિડ-19 ની ત્રીજી લહેર (Third Wave Of covid-19) આવે છે, તો તે બાળકો માટે ખતરનાક બની શકે છે. ત્યારબાદ માતા-પિતાની આ ચિંતા સંપૂર્ણપણે વ્યાજબી છે.

કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા બાદ બાળકો પર લાંબા ગાળાની અસરના પ્રશ્નનો જવાબ 'હા' છે. પરંતુ કેટલાક અભ્યાસો સૂચવે છે કે બાળકોમાં એડલ્ટની સરખામણીએ તે લક્ષણોથી પ્રભાવિત થવાની આશંકા ઓછી હોય છે, જે સંક્રમણના એક મહિના અથવા તેનાથી વધારે સમય સુધી બન્યા રહે છે. બાળકોમાં લાંબા સમય સુધી કોરોના વાયરસ તરીકે ઓળખાતા લક્ષણો કેટલી વાર જોવા મળે છે તે અંગે અંદાજો બદલાય છે.

અભ્યાસમાં બહાર આવ્યું છે
બ્રિટન (Britain) માં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ચાર ટકા નાના બાળકો અને કિશોરોમાં સંક્રમિત થયાના એક મહિના કરતાં વધુ સમય બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. આ લક્ષણોમાં થાક, માથાનો દુ:ખાવો અને સુંગવાની શક્તિ ગુમાવવાનો સમાવેશ થાય છે, અને મોટાભાગના લક્ષણો બે મહિના પછી સમાપ્ત થઈ જાય છે. ઉધરસ, છાતીમાં દુખાવો, અને બ્રેઇન ફોગ (યાદશક્તિમાં ઘટાડો અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા) અન્ય ક્રોનિક લક્ષણો છે જે ક્યારેક બાળકોમાં જોવા મળે છે, અને તે હળવા સંક્રમણ સાથે સંકળાયેલા હોઈ શકે છે અથવા પ્રારંભિક લક્ષણો પછીથી થઈ શકે છે.

લોન્ગ કોવિડની થઈ રહી છે ચર્ચા
કેટલાક અભ્યાસોમાં યુકેના અભ્યાસની સરખામણીએ કોરોનાના લક્ષણો હોવાની શક્યતા વધુ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમ છતાં આ લક્ષણો પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં ઓછા પ્રભાવિત માનવામાં આવે છે. કેટલાક અંદાજ મુજબ લગભગ 30 ટકા પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી કોવિડ-19 ના લક્ષણો વિકસાવે છે. નિષ્ણાતો આ બાબતમાં કોઈ નક્કર તથ્યો સુધી પહોંચ્યા નથી, જેના પરથી કહી શકાય કે લાંબા સમયથી હાજર રહેલા લક્ષણોનું કારણ શું હોઈ શકે. કેટલાક કિસ્સાઓમાં તે પ્રારંભિક સંક્રમણને કારણે અંગોને નુકસાન બતાવી શકે છે અથવા તે શરીરમાં હાજર વાયરસ અને બળતરાનું પરિણામ હોઈ શકે છે. લોન્ગ કોવિડની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે, કારણ કે ઘણા લોકોએ તેનો ભોગ લીધો છે.

ડેલ્ટા વેરિએન્ટ્સનો ખતરો
કોરોના વાયરસના ચીપી સ્વરૂપ ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) ના ઝડપથી ફેલાવાને કારણે ડોકટરોમાં ચિંતા છે. ડોક્ટરો માને છે કે ડેલ્ટા વેરિએન્ટ બાળકોને વધુ અસર કરી શકે છે. આને કારણે, બાળકોમાં વિવિધ પ્રકારના લક્ષણો પણ જોઇ શકાય છે. કોવિડની પકડમાં આવતા બાળકોને જોતા, અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સે સતત સાજા થયેલા બાળકોને ડોકટરોને બતાવવાની અપીલ કરી છે જેથી લાંબા કોવિડનો સામનો કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news