દેશમાં કેમ વધી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, સરકારે સંસદમાં આપ્યો જવાબ
છેલ્લા 15 દિવસમાં દેશમાં 13 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દરરોજ કેટલાક પૈસાનો વધારો થાય છે અને આમ અત્યાર સુધી 9.20 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને સતત સરકારની આલોચના થઈ રહી છે. વિપક્ષી નેતા રસ્તાથી લઈને સંસદ સુધી આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યાં છે. આ વચ્ચે એકવાર ફરી સરકાર તરફથી ઈંધણની વધતી કિંમતને લઈને સફાઈ આપવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં દાવો કર્યો કે બાકી દેશોના મુકાબલે ભારતમાં તેલના ભાવમાં ખુબ ઓછો વધારો થયો છે.
તેલની વધતી કિંમતો પર સરકારનો બચાવ કરતા પેટ્રોલિયમ મંત્રી પુરીએ કહ્યુ કે, દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારતમાં ઈંધણના ભાવ 1/10 વધ્યા છે. જો એપ્રિલ 2021થી લઈને માર્ચ 2022 સુધી કિંમતોની તુલના કરીએ તો અમેરિકામાં 51%, કેનેડામાં 52%, યૂકેમાં 55%, ફ્રાન્સમાં 50%, સ્પેનમાં 58% ભાવ વધારો થયો છે. પરંતુ ભારતમાં માત્ર 5% ભાવ વધ્યા છે.
Fuel prices hiked in India are 1/10th of prices hiked in other countries. Comparing gasoline (petrol) prices between Apr 2021 & Mar 22, the prices in US have increased by 51%, Canada 52%, Germany 55%, UK 55%, France 50%, Spain 58% but in India 5%: Union Min HS Puri in Lok Sabha pic.twitter.com/GqkmtO4bQs
— ANI (@ANI) April 5, 2022
વિપક્ષનો સંસદમાં હંગામો
પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની વધતી કિમતોને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષી નેતા ઘણીવાર સંસદમાં આ મુદ્દાની ચર્ચાને લઈને પ્રસ્તાવ રાખી ચુક્યા છે. પરંતુ ચર્ચા થઈ રહી નથી. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી પર પણ અસર પડી છે. વિપક્ષી નેતા સતત મોંઘવારી અને તેલની કિંમતોને લઈને નારેબાજી કરી રહ્યાં છે. આ પહેલાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી સુધી સરકારે તેલના ભાવ વધાર્યા નહીં, પરંતુ હવે સતત જનતાના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક
છેલ્લા 15 દિવસમાં 13 વખત ભાવ વધારો
મહત્વનું છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તેલના ભાવમાં વધારો શરૂ થયો છે. છેલ્લા 15 દિવસમાં 13 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. દરરોજ થોડા-થોડા પૈસાનો વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ 9.20 રૂપિયાનો વધારો થયો છે. દેશના ઘણા મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. બીજીતરફ એલપીજીની કિંમતમાં પણ વધારો થતાં લોકોને ડબલ માર પડી રહ્યો છે. હાલ સરકાર આ મામલામાં ડિફેન્સિવ મોડમાં જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે