Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણ

Mansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. 

Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણ

Mansoon Arrival: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું કે ચોમાસું સમય પહેલા એન્ટ્રી કરી શકે છે. આઈએમડીએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચી શકે છે. 

પહેલા હવામાન વિભાગે કેરલમાં 31 મે સુધી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તો અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને અસમમાં ચોમાસાના આગમનની તારીખ 5 જૂન છે. તેવામાં ચર્ચા થઈ રહી છે કે મોનસૂન સમય પહેલા એન્ટ્રી કરે તેનું કારણ શું છે?  તેનો જવાબ હવામાન વિજ્ઞાનિકોએ આપ્યો છે. 

સમય પહેલા ચોમાસું આવવાનું કારણ શું છે?
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ હવામાન વિજ્ઞાનિકોના હવાલાથી જણાવ્યું કે ચોમાસાનું જલ્દી આવવાનું એક કારણ ચક્રવાતી તોફાન રેમલ થઈ શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું- પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશથી પસાર થયેલા તોફાન રેલમે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો. આ પૂર્વોત્તરમાં ચોમાસુ જલ્દી આવવાનું એક કારણ હોઈ શકે છે. 

મહત્વનું છે કે ચક્રવાતી તોફાન રેલમની અસર પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને અસમમાં સૌથી વધુ થઈ છે. 

પૂર્વોત્તરના રાજ્યમાં લોકોના થયા મોત
ચક્રવાતી તોફાન રેલમને કારણે પૂર્વોત્તરના રાજ્ય (Northeast India) માં ભારે વરસાદ અને ભૂસ્ખલન આવ્યું છે. આ કારણે 30થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે. આ સિવાય ઘણા ઘર ધરાશાયી થયા છે.

મિઝોરમના આઇઝોલ જિલ્લામાં વિવિધ સ્થળે ભૂસ્ખલન અને વરસાદ બાદ વધુ ચાર મૃતદેહો મળતા મૃતકોની સંખ્યા વધીને 29 થઈ છે. તો અસમમાં 4, નાગાલેન્ડમાં 4 અને મેઘાલયમાં બે લોકોના મોત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news