આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે

કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા તરફથી મુખ્યમંત્રીને લખાયેલા પત્રને લઈને હવે બધાના નિવેદનો સામે આવી રહ્યા છે. જેના પર આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું પણ દારૂબંધી પર નિવેદન આવ્યું છે.

આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે

પટણા: કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા તરફથી મુખ્યમંત્રીને લખાયેલા પત્રને લઈને હવે બધાના નિવેદનો સામે આવી રહ્યા છે. જેના પર આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું પણ દારૂબંધી પર નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે બિહારના હાલ અત્યારે કેવા છે તે બધાને ખબર છે. જ્યારે દારૂબંધીનો કાયદો લાગુ હતો ત્યારે આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન સરકારમાં હતી. પરંતુ જ્યારથી ભાજપ સરકારમાં આવી ત્યારબાદ બિહારની સ્થિતિ બગડી ગઈ છે. 

હવે દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. જે દારૂ 100 રૂપિયાનો હતો તે હવે 1000 રૂપિયાનો મળે છે. મૃત્યુંજય તિવારીએ એમ પણ કહ્યું કે નેશનલ હેલ્થ સર્વે મુજબ બિહાર ડ્રાય સ્ટેટ છે છતાં પણ મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે. તેમની માગણી છે કે સરકાર આ સર્વે રિપોર્ટ પર જવાબ આપે. તેમનું કહેવું છે કે જ્યારે દરેક પોલીસ સ્ટેશન અને દરેક જગ્યાએ દારૂ મળે છે અને પકડાય છે ગરીબ લોકો, યુવાઓને હોમ ડિલિવરીમાં લગાવી દીધા છે તો પછી દારૂબંધીનો શું ફાયદો. દારૂબંધીની સમીક્ષા થવી જોઈએ. 

આ જ ક્રમમાં જેડીયુએ પણ પોતાનો જવાબ  રજુ કર્યો છે. જેડીયુ પ્રવક્તા સુહેલી મહેતાનું નિવેદન છે કે કોંગ્રેસનો ચૂંટણી પહેલા એજન્ડા હતો કે દારૂબંધીની સમીક્ષા થવી જોઈએ પરંતુ તેનું પરિણામ આપણને મળી ગયું છે કે જનતાએ તેમને નકારી દીધા છે. 

બીજી બાજુ નીતિશકુમાર સરકારમાં વિકાસ થયો છે, ઘરેલુ હિંસામાં ઘટાડો થયો છે અને અપરાધો પર લગામ કસવામાં આવી છે. દારૂ પીને થતા અપરાધમાં કમી આવી છે. દારૂબંધીને ફેલ કરવી યોગ્ય નથી. દારૂબંધી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો  પત્ર લખવો એ બેઈમાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news