કેમ યોગી અયોધ્યાથી નહીં ગોરખપુરથી ચૂંટણી લડી રહ્યા છે? જાણો દેશ સહિત ગુજરાતમાં કઈ ચર્ચાઓએ મોટું જોર પકડ્યું?
તમને જણાવી દઈએ કે 2017માં યોગીએ ખાલી કરેલી લોકસભા બેઠક સપાએ જીતી હતી. ભાજપ ગોરખપુરના ગઢને પણ સાચવવા માગતું હતું. ગોરખપુરમાં યોગીની ચૂંટણી માટે એક તૈયાર વ્યવસ્થા છે.
Trending Photos
નવી દિલ્હી: યુપી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મોટા ઉલટફેર જોવા મળ્યા છે. જેમાં આ વખતે કેમ યોગી અયોધ્યાથી નહીં ગોરખપુરથી કેમ લડી રહ્યા છે ચૂંટણી... આ સવાલ આખા દેશ સહિત ગુજરાતમાં પણ ચર્ચાના એરણે છે ઉત્તર પ્રદેશની ચૂંટણી...અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કામ અને અનેક અટકળો વચ્ચે યોગીએ અયોધ્યા નહીં પણ ગોરખપુરથી જ રણશીંગુ ફૂંકવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આવો જોઇએ કે આખરે યોગી આદિત્યનાથ કેમ રામ નગરી અયોધ્યાની જગ્યાએ ગોરખપુરથી જ ચૂંટણી લડવાના છે.
તો સૌથી મોટી વાતે એ છે કે છેલ્લા લાંબા સમયથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ વિધાનસભાથી ચૂંટાઇને નહીં પણ એમએલસીમાં નિયુક્ત થઇને બનતા આવ્યા છે. ત્યારે લગભગ બે દાયકા બાદ કોઇ મુખ્યમંત્રી પોતે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના મેદાને છે. યોગી જો અયોધ્યાથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હોત તો અહીં વધારે સમય આપવો પડતો હતો. બીજી બાજુ તેઓ CMનો ચહેરો હોવાથી તેઓ અન્ય સ્થળે પ્રચારને અસર થતી હતી. યોગી માટે અયોધ્યાનું સોશિયલ એન્જિનિયરીંગ નવું હતું. આ વખતે ચૂંટણીમાં વિકાસ કરતાં ભાજપ હિન્દુત્વને વધારે જોર આપે તેવો મેસેજ ફરતો થતો હતો. જેના કારણે આ નિર્ણય લેવાયો છે.
દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો; છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ, મોત અને એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે યોગી ગોરખપુરથી જ પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. જ્યારે પાર્ટી છોડીને ગયેલા સ્વામી પ્રસાદ બાજુની જ પડરૌના બેઠકથી લડી રહ્યા છે. અહીં યોગીને ઉતારવામાં ન આવે તો ભાજપને મોટો ફેર પડી શકે છે. આ બેઠકની વોટબેંકમાં સેંધ ન પાડી જાય તે માટે યોગી આદિત્યનાથને ગોરખપુરથી ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે.
તમને જણાવી દઈએ કે 2017માં યોગીએ ખાલી કરેલી લોકસભા બેઠક સપાએ જીતી હતી. ભાજપ ગોરખપુરના ગઢને પણ સાચવવા માગતું હતું. ગોરખપુરમાં યોગીની ચૂંટણી માટે એક તૈયાર વ્યવસ્થા છે. યોગીને ગોરખપુરથી લડાવી ભાજપે એવા તમામ સમીકરણો સાધી લીધા છે કે જેના માટે તે શરૂઆતથી જ રાજકીય ગુણાકાર-ભાગાકાર કરી રહી હતી. યોગી આદિત્યનાથના ચૂંટણી લડવાથી ન માત્ર ભાજપનો હિંદુત્વ એજન્ડા નક્કી થશે. પરંતુ ભાજપ પોતાના જૂના ગઢમાં ચૂંટણી લડવાની સાથે સાથે સમગ્ર ઉત્તર પ્રદેશમાં તે જ લય અને વેગ સાથે પ્રચાર કરી શકશે.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથને ગોરખપુરથી ચૂંટણી લડાવી ભારતીય જનતા પાર્ટીએ એક સાથે અનેક નિશાન સાધ્યા છે. ગોરખપુરથી ચૂંટણી લડવાથી યોગી આદિત્યનાથ ફક્ત ગોરખપુર જ નહીં પરંતુ પૂર્વાંચલના અંદાજે 15 જિલ્લાઓને પ્રભાવિત કરશે. એક્સપર્ટ માની રહ્યા છે કે અયોધ્યા, મથુરા અને કાશીના નામ પર ભાજપને જે માઇલેજ મળશે તે યોગી અહીંથી ચૂંટણી ન લડે તો પણ મળવાનું જ છે. કેમકે આ એવા નામો છે કે જેના દમ પર ભાજપ અન્ય સ્થળોએ પણ ચૂંટણી જીતી લે છે. આથી જ યોગીને ફરી તેમના ગઢમાં મોકલવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે