Election 2023: પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? જુઓ શું કહે છે ઓપિનિયન પોલ

Assembly Election 2023: પાંચ રાજ્યો એટલે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જાણો કયાં રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બની શકે છે. 
 

Election 2023: પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? જુઓ શું કહે છે ઓપિનિયન પોલ

નવી દિલ્હીઃ  પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થવામાં હવે કલાકો ગણાઈ રહ્યા છે. સાતમી નવેમ્બરે છત્તીસગઢ અને મિઝોરમથી આ જંગ શરૂ થવાનો છે, ત્યારે બંને રાજ્યોમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આ દરમિયાન પાંચેય રાજ્યોના ઓપિનિયન પોલ પણ સામે આવ્યા છે. કયા રાજ્યોમાં કોણનું પલડું ભારે છે, કોણ રીપિટ થઈ શકે છે અને કોણ સત્તા પર આવે છે, તેનો સંકેત આ પોલના આંડકામાં મળે છે, ત્યારે કેવા છે આ આંકડા, જોઈએ આ અહેવાલમાં.

લોકસભાની ચૂંટણીને આડે હજુ છ મહિના જેટલી વાર છે. જો કે તે પહેલાં આ માટેની સેમીફાઈનલ શરૂ થઈ ગઈ છે. પાંચ રાજ્યોના પરિણામો લોકસભાના પરિણામના સંકેત આપશે. સાતમી નવેમ્બરે એટલે કે મંગળવારે મિઝોરમની તમામ 40 બેઠકો પર અને છત્તીસગઢની 90માંથી 20 બેઠકો પર મતદાન યોજાશે.   

મતદાન પહેલાં કેટલાક ઓપિનિયન પોલ પણ સામે આવ્યા છે. સૌથી પહેલાં છત્તીસગઢ માટેના પોલ પર નજર કરીએ તો, ABP-C વોટરનો ઓપિનિયન પોલમાં કોંગ્રેસને 90માંથી 45થી 51 બેઠકો મળવાનો દાવો કરાયો છે, જ્યારે ભાજપને 36થી 42 બેઠકો મળવાના સંકેત છે. તો આ તરફ India TV-CNXના ઓપિનિયન પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસને અંદાજે 52 અને ભાજપને 35 બેઠકો મળતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટાઈમ્સ નાઉ- ETGના પોલમાં કોંગ્રેસને 51થી 59 અને ભાજપને 27થી 35 બેઠકો મળતી હોવાનું જણાવાય છે. 

એટલે કે ત્રણેય પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ છે. જો પોલના પરિણામ સાચા સાબિત થાય તો કોંગ્રેસ રાજ્યમાં સત્તા જાળવી રાખશે. જો કે 2018માં કોંગ્રેસે છત્તીસગઢમાં 68 બેઠકો જીતી હતી. આ વખતે કોઈ પણ પોલમાં કોંગ્રેસને 60થી વધુ બેઠકો મળતી હોવાનું સામે નથી આવ્યું. સત્તા પર પરત ફરવા ભાજપે અહીં આક્રમક પ્રચાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ઘણી રેલીઓને સંબોધન કર્યું. 

તો આ તરફ ઓપિનિયન પોલમાં મિઝોરમમાં MNF ફરી સત્તા પર આવતો હોય તેમ જણાય છે.  ABP-C વોટરનો ઓપિનિયન પોલમાં મિઝોરમની 40 બેઠકોમાંથી MNFને 17-21, કોંગ્રેસને 6થી 10 અને ઝોરામ પીપલ્સ મૂવમેન્ટને 10થી 14 બેઠકો મળતી હોવાનું જણાય છે. 2018માં MNF મિઝોરમમાં કોંગ્રેસને પછાડીને સત્તા પર આવી હતી.  

હવે જો તેલંગણાની વાત કરીએ તો અહીં BRS સત્તા જાળવી રાખે તેવા સંકેત ઓપિનિયન પોલમાં સામે આવ્યા છે.  ZEE ન્યૂઝ- મેટ્રીઝના પોલના પરિણામ જોઈએ તો 119 બેઠકોમાંથી BRSને 70થી 76 બેઠકો, કોંગ્રેસને 27થી 33 બેઠકો, ભાજપને 5થી 8 અને AIMIMને 6થી7 બેઠકો મળી શકે છે. 

જ્યારે ABP-C વોટરનો ઓપિનિયન પોલમાં  BRSને 49થી 61 બેઠકો, કોંગ્રેસને 43થી 55 બેઠકો અને ભાજપને 5થી 11 બેઠકો મળતી હોવાનું સામે આવ્યું છે.  એટલે કે તેલંગણામાં BRSને હજુ પણ કોઈ હંફાવી શકે તેમ નથી.

ABP-C વોટરનો ઓપિનિયન પોલ 
તેલંગણા  (કુલ બેઠકો: 119)
BRS:    49-61 બેઠકો
કોંગ્રેસઃ   43-55 બેઠકો
ભાજપઃ   5-11 બેઠકો

ABP-C વોટરનો ઓપિનિયન પોલ
મિઝોરમ  (કુલ બેઠકોઃ 40)
MNF: 17-21 બેઠકો
કોંગ્રેસઃ 6-10 બેઠક
ZPM: 10-14

ABP-C વોટરનો ઓપિનિયન પોલ 
છત્તીસગઢ  (કુલ બેઠકોઃ 90)
કોંગ્રેસઃ   45-51 બેઠકો
ભાજપઃ 36-42 બેઠકો

ABP-C વોટરનો ઓપિનિયન પોલ
મધ્ય પ્રદેશ  (કુલ બેઠકોઃ 230)
ભાજપઃ 118-130 બેઠકો
કોંગ્રેસઃ   99-111 બેઠકો

ABP-C વોટરનો ઓપિનિયન પોલ 
રાજસ્થાન  (કુલ બેઠકોઃ 200)
ભાજપઃ 114-124 બેઠકો
કોંગ્રેસઃ   67-77 બેઠકો

India TV-CNXનો ઓપિનિયન પોલ 
છત્તીસગઢ  (કુલ બેઠકોઃ 90)
કોંગ્રેસઃ   52 બેઠકો
ભાજપઃ   35 બેઠકો

India TV-CNXનો ઓપિનિયન પોલ 
મધ્ય પ્રદેશ  (કુલ બેઠકોઃ 230)
ભાજપઃ 119 બેઠકો
કોંગ્રેસઃ 107 બેઠકો

India TV-CNXનો ઓપિનિયન પોલ 
રાજસ્થાન  (કુલ બેઠકોઃ 200)
ભાજપઃ 115 બેઠકો
કોંગ્રેસઃ   80 બેઠકો    

ટાઈમ્સ નાઉ- ETGનો ઓપિનિયન પોલ 
રાજસ્થાન  (કુલ બેઠકોઃ 200)
ભાજપઃ 114-124 બેઠકો
કોંગ્રેસઃ   68-78 બેઠકો

ટાઈમ્સ નાઉ- ETGનો ઓપિનિયન પોલ 
છત્તીસગઢ  (કુલ બેઠકોઃ 90)
કોંગ્રેસઃ   51-59 બેઠકો
ભાજપઃ 27-35 બેઠકો

ટાઈમ્સ નાઉ- ETGનો ઓપિનિયન પોલ 
મધ્ય પ્રદેશ  (કુલ બેઠકોઃ 230)
કોંગ્રેસઃ 112-122 બેઠકો
ભાજપઃ 107-115 બેઠકો

ZEE ન્યૂઝ- મેટ્રીઝનો ઓપિનિયન પોલ  
તેલંગણા  (કુલ બેઠકો: 119)
BRS:    70-76 બેઠકો
કોંગ્રેસઃ   27-33 બેઠકો
ભાજપઃ   5-8 બેઠકો
AIMIM:  6-7 બેઠકો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news