JNUને કોણે બનાવ્યો રાજકારણનો 'અડ્ડો'? વિરોધ પ્રદર્શનના પગલે 4 મેટ્રો સ્ટેશન બંધ 

બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો થોભી રહી નથી અને એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પણ બંધ છે. દિલ્હી પોલીસની સલાહ  પર દિલ્હી મેટ્રોએ લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને પણ બંધ કરી દીધુ છે. હકીકતમાં આ રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. જેએનયુમાં ફી વધારાને લઈને વિરોધમાં ઉતરેલા વિદ્યાર્થીઓની સંસદ માર્ગ તરફથી કૂચને જોતા મેટ્રોની યલ્લો લાઈનના ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનને પણ પોલીસે સુરક્ષા કારણોસર બંધ કર્યા છે. 

JNUને કોણે બનાવ્યો રાજકારણનો 'અડ્ડો'? વિરોધ પ્રદર્શનના પગલે 4 મેટ્રો સ્ટેશન બંધ 

નવી દિલ્હી: હોસ્ટેલના ભાડામાં વધારો સંપૂર્ણ રીતે પાછો ખેંચવાની માગણીને લઈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છાત્રસંઘએ આજે સંસદ સુધી માર્ચ કાઢવાનો પ્રયત્ન કર્યો. જેને પોલીસે બેરિકેટ્સ દ્વારા અધવચ્ચે જ રોકી દીધી. સંસદના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ. હવે જૂલુસ કાઢી રહેલા વિદ્યાર્થીઓ રસ્તો બદલીને સંસદ ભવન સુધી જવાની કોશિશ કરી રહ્યાં છે. આ જ કારણે દિલ્હીમાં અનેક સ્થળોએ સ્થિતિ વણસી રહી છે. સુરક્ષા કારણોસર 3 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં છે. 

બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો થોભી રહી નથી અને એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પણ બંધ છે. દિલ્હી પોલીસની સલાહ  પર દિલ્હી મેટ્રોએ લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને પણ બંધ કરી દીધુ છે. હકીકતમાં આ રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. જેએનયુમાં ફી વધારાને લઈને વિરોધમાં ઉતરેલા વિદ્યાર્થીઓની સંસદ માર્ગ તરફથી કૂચને જોતા મેટ્રોની યલ્લો લાઈનના ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનને પણ પોલીસે સુરક્ષા કારણોસર બંધ કર્યા છે. 

JNU को किसने बनाया राजनीति का 'अड्डा'? प्रदर्शन के चलते 4 मेट्रो स्टेशन बंद

દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓને રોકવા માટે બેરિકેડ્સ લગાવ્યાં છે અને જેએનયુ પરિસરની આસપાસ ભારે સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી કરાઈ છે. કલમ 144 લાગુ કરાઈ છે. જે મુજબ ચારથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકે નહીં. હાથોમાં પોસ્ટરો અને ફી વધારાના વિરોધમાં નારા લગાવતા સેંકડો વિદ્યાર્થીઓ દિલ્હીમાં રસ્તા પર ઉતરી આવ્યાં. શિક્ષા સચિવે આંશિક ફી વધારો પાછો ખેંચીને વિદ્યાર્થીઓની ચિંતાઓ દૂર કરવાની કોશિશ કરી છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત માટે એક સમિતિ બનાવવાની સોમવારે જાહેરાત કરી. પરંતુ વિદ્યાર્થીઓ તેનાથી સંતુષ્ટ નથી. 

જેએનયુના પૂર્વ અધ્યક્ષ એન.આઈ બાલાજીએ કહ્યું કે સંસદના ઉત્તર ગેટથી એક કિલોમીટર પહેલા જ દિલ્હી પોલીસે જેએનયુના વિદ્યાર્થીઓના વિરોધ જૂલૂસને રોકી દીધો. વિદ્યાર્થીઓએ કહ્યું કે દિલ્હી પોલીસ તરફથી લગાવવામાં આવેલા બેરિકેડ્સને હટાવવા માટે વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરવી પડી રહી છે. પરંતુ ભારે સંખ્યામાં પોલીસબળ અને સીઆરપીએફની ટુકડીઓની તૈનાતીના પગલે સંસદ સુધી પહોંચી શક્યા નહીં. 

JNUને કોણ હાઈજેક કરી રહ્યું છે?
જેએનયુમાં થઈ રહેલા સતત આંદોલનોથી સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે આ બધુ કોણ કરાવી રહ્યું છે?

1. ટુકડે ટુકડે ગેંગ
2. ડાબેરી વિચારધારાવાળા લેખક
3. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો
4. ડાબેરી વિચારધારાવાળા વિદ્યાર્થી સંગઠન
5. વિદેશી ફંડિગથી ચાલતી NGO

જુઓ LIVE TV

JNU રાષ્ટ્ર નિર્માણ માટે કે પછી રાષ્ટ્રને બદનામ કરવા માટે?

11 નવેમ્બર 2019: મહિલા પ્રોફેસર સાથે ગેરવર્તણૂંક, બંધક બનાવી રાખવાની કોશિશ.
14 નવેમ્બર 2019: સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદનું અપમાન.
ફેબ્રુઆરી 2016: આતંકી અફઝલના સમર્થનમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર
26 જાન્યુઆરી 2015: નક્શામાં કાશ્મીરને ભારતથી અલગ દેશ દેખાડાયો. 
ઓક્ટોબર 2011: મહિષાસુર દિવસની ઉજવણી, માતા દુર્ગા વિશે અપશબ્દો બોલાયા.
2010: દંતેવાડામાં જવાનોની શહાદત પર ઉત્સવ મનાવવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news