UP Election 2022: જાણો કોણ છે માયાવતીને માત્ર એક સીટ અપાવનાર ઉમાશંકર સિંહ

Who is Umashankar singh Ballia: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. સૌથી ખરાબ પ્રદર્શન બહુજન સમાજવાદી પાર્ટીનું રહ્યું છે. માયાવતીની પાર્ટીને માત્ર એક સીટ મળી છે. 

UP Election 2022: જાણો કોણ છે માયાવતીને માત્ર એક સીટ અપાવનાર ઉમાશંકર સિંહ

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વાવાઝોડામાં બધા વિપક્ષી દળો ઉડી ગયા છે. 2012થી સત્તાની ચાવી શોધી રહેલી બહુજન સમાજવાદી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. માવાયતીની પાર્ટીએ પાછલી વિધાનસભા ચૂંટણીમાં 19 સીટો પર જીત હાસિલ કરી છે પરંતુ આ વખતે તેને મુશ્કેલથી એક સીટ મળી છે. 

બલિયા જિલ્લાની રસડા વિધાસભા સીટથી બસપાના ઉમેદવાર ઉમાશંકર સિંહે જીત મેળવી છે. એટલે કે વિધાનસભાની 403 સીટમાંથી માયાવતીને પાર્ટીને માત્ર એક સીટ પર જીત મળી છે. ઉત્તર પ્રદેશમાં ચાર વખત સત્તા સુધી પહોંચનાર બસપા હવે એક-એક સીટ જીતવા માટે પણ તરસી રહી છે. 

બસપાના કદ્દાવર નેતા છે ઉમાશંકર સિંહ
ઉમાશંકર સિંહ પ્રથમવાર બસપાની ટિકિટ પર 2012માં રસડા વિધાનસભા સીટથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 2022માં તેમને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના મહેન્દ્રએ આકરી ટક્કર આપી છે. 

2017માં પણ બસપાએ ઉમાશંકર સિંહને ટિકિટ આપી અને આ વખતે પણ ભાજપની લહેર બાદ પણ જીતવામાં સફળ રહ્યા છે. ઉત્તર પ્રદેશના બીજા છેડા પર સ્થિત બલિયામાં તેમની સારી પકડ છે. ઉમાશંકર યુપી વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. 

રાસડા, બલિયાના ધારાસભ્ય અને બસપાના ઉમેદવાર ઉમાશંકર સિંહ 2022ની વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનમાં સૌથી ધનિક ઉમેદવાર હતા. તેની સામે એક જ કેસ છે. અનેક વાહનોની સાથે તેને હથિયારોનો પણ શોખ છે. તેણે પોતાના સોગંદનામામાં આ વાતની જાહેરાત કરી છે. ઉમાશંકર સિંહ પાસે 8.27 કરોડ અને તેમની પત્ની 9.78 કરોડની જંગમ સંપત્તિ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news