ભારતમાં કોણ છે સૌથી વધુ જમીનના માલિક, ટાટા-અંબાણી નહીં, પણ છે આ 3 લોકો!

Who is the Biggest Land Owner in India: ઘણીવાર તમારા મનમાં આ પ્રશ્ન આવતો હશે કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે અથવા જમીનનો સૌથી મોટો માલિક કોણ છે? તો ચાલો આજે તમારા આ પ્રશ્નનો જવાબ આપીએ.

ભારતમાં કોણ છે સૌથી વધુ જમીનના માલિક, ટાટા-અંબાણી નહીં, પણ છે આ 3 લોકો!

biggest landowner in India: ભારતના મોટા શહેરોમાં જ્યાં દરરોજ જમીનની કિંમતો વધી રહી છે, ત્યારે મુંબઈ-દિલ્હી જેવા મહાનગરોમાં થોડી જ જમીન બચી છે, જે ખરીદી શકાય છે. એવામાં, વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારતને દેશના લોકોની આવાસ સાથે જોડાયેલી જરૂરિયાતો પૂરી કરવા માટે 40 થી 80 લાખ હેક્ટર વધુ જમીનની જરૂર પડશે. જો તમે અદાણી-અંબાણીને જમીનના સૌથી મોટા માલિક માનો છો તો અમે તમને જણાવી દઈએ કે તમને ગેરસમજ થઈ રહી છે. તો ચાલો આજે જાણીએ કે દેશમાં કોની પાસે સૌથી વધુ જમીન છે.

ભારતમાં કોણ છે સૌથી મોટી જમીનનો માલિક?
ભારતમાં સૌથી વધુ જમીન ભારત સરકાર પાસે છે. સરકાર પાસે જેટલી જમીન છે, તેનાથી નાની દુનિયાના લગભગ 50 દેશ છે. સરકારી જમીન માહિતી પ્રણાલીના ડેટા અનુસાર, વર્ષ 2021 સુધી ભારત સરકાર લગભગ 15,531 ચોરસ કિલોમીટર જમીનની માલિક હતી. હાલમાં આ જમીન 51 મંત્રાલયો અને 116 જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે છે.

આનાથી નાના ઘણા દેશો છે
ભારત સરકાર પાસે જેટલી જમીન છે એના કરતાં નાના 50 દેશો છે. જેમ કે- કતાર (11586 sqk), બહામાસ (13943 sqk), જમૈકા (10991 sqk), લેબનોન (10452 sqk), ગામ્બિયા (11295 sqk), સાયપ્રસ (9251 sqk), બ્રુનેઇ (5765 sqk7), બહરિન (5765 sqk7), સિંગાપોર (726 sqk) વગેરે.

બીજો સૌથી મોટો માલિક કોણ
તમને જણાવી દઈએ કે ભારતમાં જમીનનો બીજો સૌથી મોટો માલિક કેથોલિક ચર્ચ ઈન્ડિયા છે. જે દેશમાં હજારો ચર્ચ, ટ્રસ્ટ, ચેરિટેબલ સોસાયટી, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલનું સંચાલન કરે છે. હકીકતમાં, 1972માં આવેલા ઈન્ડિયન ચર્ચને મોટા પાયે જમીન મળી હતી. તેનો પાયો બ્રિટિશ સરકારે ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે નખાયો હતો. એક રિપોર્ટ અનુસાર હાલમાં કેથોલિક ચર્ચ પાસે 1 લાખ કરોડ રૂપિયાની જમીન છે.

ત્રીજા નંબરે કોનું નામ
ભારતમાં વક્ફ બોર્ડ જમીનનો ત્રીજો સૌથી મોટો માલિક છે. મીડિયમના અહેવાલ મુજબ વકફ બોર્ડ પાસે 6 લાખથી વધુ જંગમ મિલકતો છે. એવું કહેવાય છે કે આમાંની મોટાભાગની સંપત્તિ તેમણે મુસ્લિમ શાસન દરમિયાન હસ્તગત કરી હતી. તમને જણાવી દઈએ કે વક્ફ બોર્ડ 1954ના વક્ફ એક્ટ હેઠળ રચાયેલી એક સ્વાયત્ત સંસ્થા છે. જે દેશમાં હજારો મસ્જિદો, મદરેસા અને કબ્રસ્તાનનું સંચાલન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news